રાજકોટ: ધોરાજી પંથકના ખેડૂતો કે જેમને ચોમાસાની સિઝન માટે કપાસનું વાવેતર કર્યું છે. તે વાવેતર કર્યા બાદ ખેડૂતોને વર્તમાન સમયની અંદર ચિંતાના વાદળોનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવી છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું છે કે હાલ તેમને કપાસનું વાવેતર કર્યું છે. તેમાં ભરવાડ નામની જીવાત આવી જતા ભરવાડ નામની જીવાત પાકની વૃદ્ધિને અટકાવી દે છે તેવું જણાવ્યું છે. જો હજુ આવનારા દિવસોની અંદર વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જવાની પણ ચિંતા તેમને સતાવે રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.
વરસાદની માંગણી: વર્તમાન સમયમાં હાલ ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમા મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરીને હાલ આગોતરૂ વાવેતર કરેલ છે. આ વાવેતરમાં કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકોના વાવેતરના શ્રીગણેશ કરી નાખ્યા છે પણ હાલ કપાસના પાકોમા ભરવાડ નામની જીવાત આવી જતા ખેડૂતો મૂંઝવણમા મુકાઈ ગયા છે તેવું સામે આવ્યું છે. આ સાથે જો આગામી દિવસોમાં સારો વરસાદ પડી જાય તો આ ભરવાડ નામની જીવાતથી પાકને બચાવી શકાય તેવું ખેડૂતો જણાવે છે. ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો ભગવાન પાસે હાલ વરસાદની માંગણી સાથે પ્રાર્થના કરી રહ્યા છે.
નુકસાન આપવાનું શરૂ: ધોરાજી પંથકના ઘણા ખેડૂતોએ હાલ આગોતરૂ વાવેતર કરેલ છે. જ્યારે ઘણા ખેડૂતોએ વરસાદ થયા બાદ વાવેતરના શ્રીગણેશ કરેલ છે. વરસાદ થતા ખેડૂતો ખૂશ થયેલ છે અને કપાસ, સોયાબીન, મગફળી જેવા ચોમાસું પાકોનુ વાવેતર પોતાના ખેતરમા કરી નાખ્ય છે. ખેડૂતોએ આગોતરુ વાવેતર મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ છે. જેમાં હાલ તો આ ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે જે ખેતરમા કપાસનુ વાવેતર કર્યુ છે. તે કપાસના પાકમા ભરવાડ નામની જીવાતે કપાસના પાકને ભારે નુકસાન આપવાનું શરૂ કર્યું છે.
જીવાતથી પાકને બચાવી: હાલ આ ખેડૂતના મોલમાં ભરવાડ નામની જીવાત આવતા ચિંતા વધી છે. ત્યારે જો આગામી દિવસોમા જો વરસાદ સમયસર થઈ જાય તો આ જીવાતથી પાકને બચાવી શકાય તેમ છે. જેથી સમયસર વરસાદ આવી જાય તો આ ભરવાડ નામની જીવાતથી પાકને બચાવી શકાય તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી સમયસર વરસાદ પડે અને તેમના પાકને બચાવી શકે.