રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટનો દિવસેને દિવસે વ્યાપ વધી રહ્યો છે. જ્યારે તેનો વ્યાપ અને વિસ્તારમાં વધવાની સાથે અહીં ક્રાઇમની ઘટનાઓ (Crime incident in Rajkot)પણ વધુ પ્રમાણમાં સામે આવે છે. ત્યારે રાજકોટ પોલીસ માટે ગર્વ લેવા જેવી (Decrease in crime in Rojkot )બાબત સામે આવી છે. જેમાં છેલ્લા 15 વર્ષના ઈતિહાસમાં વર્ષ 2021માં રાજકોટમાં સીરીયસ ક્રાઇમના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2007થી 2022 સુધીમાં રાજકોટનો ઘણો વિકાસ થયો છે અને અહીં વિવિધ વિસ્તારોમાંથી લોકો રોજગારી અને કામધંધા માટે આવતા હોય છે. એવામાં રાજકોટમાં ગુનાખોરીમાં ઘટાડો થતા રાજકોટ પોલીસ કર્મીઓમાં (Rajkot City Police)પણ ખુશીનો માહોલ છવાયો છે.
વર્ષ 2019-20માં નોંધાયેલ ગંભીર ગુનાઓ
વર્ષ 2019માં ખૂનના 32 જ્યારે ખૂનની કોશિષના 30, ધાડના એકપણ, લૂંટ 21, દિવસની ઘરફોડમાં 13, રાત્રી ઘરફોડ ચોરીના 70, ચોરીઓના 385, ઠગાઇ 64, વિશ્વાસઘાતના 14, ખોટા સિક્કાના 07, રાયોટીંગના 50, વ્યથા 256, NDPSના 20, જુગારના 496 અને પ્રોહીબિશનના 3443 કેસ નોંધાયા છે. જ્યારે આ જ પ્રમાણે વર્ષ 2020માં ખૂન 29, ખૂનની કોશિશના 23, ધાડના 02, લૂંટ 09, દિવસની ઘરફોડ 16, રાત્રીની ઘરફોડ 53, ચોરીઓ 264, ઠગાઇ 47, વિશ્વાસઘાતના 10, ખોટા સિક્કાના 10, રાયોટીંગના 20, વ્યથાના 223, NDPSના 19, જુગારના 620 અને પ્રોહીબિશનના 3603 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Medical Miracle At SSG Hospital : સરકારી હોસ્પિટલમાં મળી સાચી સારવાર અને બાળકને મળ્યું નવજીવન
વર્ષ 2021માં નોંધાયેલ ગુનાઓ
વર્ષ 2021માં ખૂનના 32, ખૂનની કોશિષના 19, ધાડના 02, લૂંટના 17, દિવસની ઘરફોડના 08, રાત્રીના ઘરફોડના 35, ચોરીના 200, ઠગાઇ 43, વિશ્વાસઘાતના 13, ખોટા સિક્કાના 04, રાયોટીંગના 03, વ્યથા 116, NDPSના 34, જુગારના 676, પ્રોહીબિશનના 4164 જેટલા કેસ નોંધાયા છે. જે વર્ષ 2019 અને 20 કરતા પ્રમાણમાં ઓછા નોંધાયા છે. આમ વર્ષ 2007થી 2021 સુધીમાં રાજકોટના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા સત્તત નાઈટ પેટ્રોલીંગ તેમજ સતત વિવિધ વિસ્તારમાં કરેલી કામગીરીને લઈને આ ગુનાઓમાં ઘટાડો કરવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે.
આ પણ વાંચોઃ various demand of junagadh in railway budget : આગામી રેલવે બજેટમાં જૂનાગઢ વાસીઓ દ્વારા કયા પ્રકારની માગ કરવામાં આવી રહી છે, તે અંગે જાણો...