ETV Bharat / state

CPR training: રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ માટેનો CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો

હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિને બચાવવા અને તેમની મદદ કરવા માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ માટે સી.પી.આર. તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન સી.પી.આર કેમ્પમાં આશરે 1400 પોલીસ જવાનોને તાલીમ અપાઇ છે.

cpr-training-cpr-training-camp-for-police-was-held-at-civil-hospital-rajkot

author img

By

Published : Jun 11, 2023, 8:53 PM IST

પોલીસ માટેનો CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો

રાજકોટ: ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પી.ડી.યુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર. (કાર્ડીઓ પલ્મોનરી રીસર્સીટેશન) તાલીમ કેમ્પ પાણી પૂરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા તથા મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સી.પી.આર. કેમ્પમાં આશરે 1400 પોલીસ જવાનોને તાલીમ અપાઇ હતી. પોલીસના જવાનો અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક કરતો મહાસંકલ્પ કર્યો હતો. સી.પી.આર ના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

હાર્ટ એટેકના સમયે મદદરૂપ થવા કેમ્પ: આ તકે પ્રધાન ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે આજની વ્યસ્ત જીવન શૈલીના કારણે હાર્ટ એટેકના બનાવો વધી રહયા છે. હાર્ટ સર્જનો પણ તેમાંથી બાકાત નથી. એવા સંજોગોમાં પોલીસ વિભાગને સી.પી.આર. ટ્રેનિંગના માધ્યમથી પ્રાથમિક સારવાર માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી હાર્ટ એટેકના બનાવો બનતા અટકાવી શકાય અને માનવીનું જીવન બચાવી શકાય.

મહાનુભાવો ઉપસ્થિત: આ કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર પ્રદીપ ભાઈ ડવ, ધારાસભ્ય સર્વે ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી મુકેશ દોશી, કલેકટર પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, રાજકોટ ઝોન-૨ના ડી.સી.પી. સુધીર દેસાઈ, ઝોન-1 ના ડી.સી.પી. સજજન સિંહ પરમાર, સી.આઇ.ડી. ક્રાઇમના પાર્થ રાજ સિંહ ગોહિલ, ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવ, જેલ સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોશી, પી.ડી.યુના અધિક્ષક ડો. રાધેશ્યામ ત્રિવેદી, પીઆઇ, એએસઆઇ, કોન્સટેબલ સહીતના પોલીસ જવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.

અંગદાન માટે સંકલ્પ: વર્તમાન સમયમાં ખાસ કરીને કોરોનો કાળમાં તેમણે રસીકરણ થકી લોકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડ્યું હતું જેની વિશ્વસ્તરે નોંધ લેવાઇ હતી. તેમજ આયુષ્યમાન ભારત યોજના થકી લોકોને આરોગ્ય માટેનું સુરક્ષા કવચ આપ્યુ છે. ત્યારે હ્દય રોગના હુમલાના બનાવોને અટકાવવાના પ્રયાસ રૂપે પોલીસને પણ હવે સુરક્ષા સાથે સી.પી.આરના માધ્યમથી સેવાનું પણ કામ કરવાનો અવસર મળ્યો છે. રાજય સરકાર દ્વારા આ ખુબ મહત્વનો કાર્યક્રમ થયો છે. બ્રેઇન ડેડ વ્યક્તિનું વધુને વધુ અંગદાન થાય તે માટે શહેર તેમજ ગ્રામ્યકક્ષાએ જન જાગૃતિ જરૂરી છે.

  1. CPR training: અમદાવાદ સહિત રાજ્યમાં પોલીસને CPR તાલીમ અપાઈ, ઇમરજન્સીમાં નીવડશે કારગત
  2. Ahmedabad news: અમદાવાદ ટ્રાફિક પોલીસ બની વાહન ચાલક માટે દેવદૂત, છાતીમાં દુખાવો થતા પોલીસે હોસ્પિટલ મોકલી બચાવ્યો જીવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.