રાજકોટઃ દેશવાસીઓ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે કોરોના વેકસીનનું આજે (બુધવાર) સવારે રાજકોટ ખાતે આગમન થયું છે. જેને હાલ રાજકોટના વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવી છે. આ વેકસીન સ્ટોર ખાતેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોના વેકસીન મોકલવામાં આવશે. આ કોરોના વેકસીન સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવામાં આવી છે.
સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં જશે વેકસીન
રાજકોટ ખાતે આવેલી કોરોના વેકસીન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં મોકલવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લામાં 9000 ડોઝ , રાજકોટ શહેરમાં 16500 ડોઝ, જામનગરમાં 5000 ડોઝ, જામનગર શહેરમાં 9000 ડોઝ, દેવભૂમિ દ્વારકામાં 4500 ડોઝ, પોરબંદરમાં 4000 ડોઝ, મોરબીમાં 5000 ડોઝ, ક્ચ્છ જિલ્લામાં 16000 ડોઝ મોકવામાં આવશે.
વેક્સીન માટે 2 થી 8 ડીગ્રી સે. તાપમાન જાળવી રખાશે
રાજકોટ વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવેલી કોરોના વેકસીનને હાલ 2થી 8 ડીગ્રી સે. તાપમાન જળવાઈ રહે તે પ્રમાણે રાકજવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ આજ રીતે વેકસીન માટેનું તાપમાન જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.