રાજકોટ: ધોરાજી તાલુકાના છાડવાવદર ગામ પાસે પાણીના પ્રવાહમાં પસાર થઈ રહેલા બે યુવકો પાણીના પ્રવાહમાં ગરકાવ થયા હતા. પાણીમાં ગરકાવ થયા બાદ બે યુવકો માંથી એક યુવક પોતાનો જીવ બચાવી લીધો હતો. જ્યારે અન્ય એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો છે. તળાયેલા યુવકની તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી અને શોધખોળ શરૂ કરવામાં આવી છે.
" ધોરાજી તાલુકાના છાડવાવદર ગામ નજીક પાણીના પ્રવાહમાંથી બે યુવકો પસાર થઈ રહ્યા હતા જેમાં પસાર થઈ રહેલા બંને યુવકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. બંને યુવકો માંથી એક યુવકે પોતાનો જીવ બચાવી લીધો હતો જ્યારે અન્ય એક અંદાજિત 28 વર્ષીય જયદીપ ગિરધરભાઈ ભુવા નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગેની જાણ થતા ધોરાજી મામલતદાર, ધોરાજી તાલુકા વિકાસ અધિકારી, ધોરાજી પ્રાંત અધિકારી, એન.ડી.આર.એફ. ટીમ તેમજ પાટણવાવ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા જયદીપ નામના યુવકની શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે."-- એમ.જી. જાડેજા (ધોરાજીના મામલતદાર)
શોધખોળ શરૂ કરી: ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બનેલી આ ઘટના અંગે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જયદીપ નામના યુવકને કોઈ દવાખાનાના કામથી બહાર લઈ ગયા હતા. બાદમાં તેઓ પાણીના પ્રવાહ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાણીના પ્રવાહમાં ગરકાવ હતા અને બન્ને પાણીના પ્રવાહમાં વહેવા લાગ્યા હતા. પાણીમાં તણાયા બાદ જયદીપ નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યો હતો જ્યારે અન્ય એક ખેત મજૂર બચી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગેની જાણ થયા બાદ તમામ સ્થાનિક વહીવટી તંત્ર દોડી આવ્યું હતું અને પાણીના પ્રવાહમાં તણાયેલ યુવકની એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરી છે. જ્યારે અન્ય એક યુવક પાણીના પ્રવાહમાં તણાયોતળાયેલા યુવકની તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.