રાજકોટ: હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસયેશનના ખંડેરી સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચેની મેચ દરમિયાન સૌરાષ્ટ્રના રન મશીન તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ 356 બોલમાં 243 રન બનાવ્યા હતા. જ્યારે તેણે આ મેચમાં 30 જેટલી બાઉન્ડ્રી ફટકારી છે. વર્ષ 2024ની શરૂઆતમાં જ પૂજારાએ રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને ટીમ ઇન્ડિયામાં વાપસી માટેના દ્વાર ખોલી નાખ્યાં છે.
પૂજારાએ 2024ની શરૂઆતમાં જ ફટકારી બેવડી સદી: સૌરાષ્ટ્ર ટીમે આ મેચમાં પ્રથમ ઇનિંગ દરમિયાન 578/4 રન કર્યા હતા. બીજી તરફ ઝારખંડની ટીમ પ્રથમ ઇનિંગ દરમિયાન કુલ 142 રન કર્યા હતા અને ઓલઆઉટ થયું હતું. જેના કારણે સૌરાષ્ટ્રને 436 રનોની લીડ મળી હતી. પૂજારાએ આ ઈનિંગ દરમિયાન 40 જેટલી બાઉન્ડ્રી ફટકારી હતી. જેને લઇને તેમના ચાહકોમાં પણ ઉત્સાહનો મહોલ છવાયો છે.
ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે વાપસી: ચેતેશ્વર પૂજારાએ સૌરાષ્ટ્રના રન મશીન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેને અત્યાર સુધીમાં ઇન્ડિયન ટીમ તરાફથી અનેક આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમ્યો છે. એવામાં તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ પુજારાનું ટીમ ઇન્ડીયામાં સમાવેશ કરવામાં ન આવતા તેના ચાહકોમાં ભારે નારાજગી હતી પરંતુ પુરાજાએ હાર માન્યા વગર સત્તત પોતાની મેચ પર ફોકસ કર્યું હતું અને રાજકોટ ખાતે રમાયેલી રણજી ટ્રોફીમાં ઝારખંડ વિરુદ્ધ પૂજારાએ બેવડી સદી ફટકારીને વર્ષ 2024ની શરૂઆત કરી છે. ત્યારે હવે આશા છે કે આગમી 25 જાન્યુઆરીથી શરૂ થનાર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પૂજારાને સ્થાન મળી શકે છે.