રાજકોટઃ રાજકોટમાં મહાનગર પાલિકા સંચાલિત સીટી બસના ડ્રાઇવર બેફામ બનીને બસ ચલાવતા હોય છે. તેવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના આનંદ બંગલા ચોક નજીક સીટી બસના ડ્રાઈવરે એક (Rajkot City Bus Accident) બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બુલેટ ચાલકને હડફેટે લેતા (Rajkot CCTV Footage) એ રીતસરનો ફંગોળાયો હતો. એટલું જ નહીં પાછળથી આવતા વાહન સાથે પણ અથડાયો હતો.
ગંભીર ઈજાઃ જે ઘટનામાં બુલેટ ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેને સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જે રીતે બાઈક ચાલક ફંગોળાઈ છે એ જોઈને ભલભલાના રૂંવાડા ઊભા થઈ જાય એમ છે. બસ પુરપાટે રિક્ષાને ઓવરટેક કરવા જતી હતી તે દરમિયાન સામેની બાજુથી બુલેટ ચાલક આવતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
બેદરકારીઃ આ ઘટનામાં બસ ચાલકની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આનંદ બંગલા ચોકમાં સર્જાયેલ અકસ્માતની ઘટના શનિવાર (તારીખ 19.11.2022) છે. પરંતુ સીટી બસ દ્વારા વારંવાર આ પ્રમાણે શહેરમાં પુર પાટે બસ દોડાવવામાં આવે છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનું ભોગ બનવું પડે છે. વધુ એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.