ETV Bharat / state

રંગીલા શહેરની આ બેઠક પર મતદારો ક્યા રંગનો મુરતિયા કરશે પસંદ...

author img

By

Published : Nov 26, 2022, 3:21 PM IST

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં પૂર્વ બેઠક (Rajkot assembly seat) પર આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળશે. કારણ કે, આ બેઠક પર આ વખતે ત્રિપાંખિયો (Rajkot East seat candidate) જંગ યોજાઈ રહ્યો છે. જેમાં બેઠક પર ભાજપ,કોંગ્રેસ, અને AAPએ ધુરંધર મુરતિયા ઉતાર્યા છે. (Gujarat Assembly Election 2022)

રંગીલા શહેરની આ બેઠક પર મતદારો ક્યા રંગનો મુરતિયા કરશે પસંદ...
રંગીલા શહેરની આ બેઠક પર મતદારો ક્યા રંગનો મુરતિયા કરશે પસંદ...

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ચાર બેઠક ઉપર હાલ ભાજપનું ભાગવો લહેરાઈ રહ્યો છે. એવામાં આ વખતે ભાજપ દ્વારા ચારેય વર્તમાન ધારાસભ્યોના પત્તા કટ કરીને નવા જ ઉમેદવારોને ટિકિટ અપાઈ છે, ત્યારે રાજકોટમાં સૌથી મહત્વની ગણાતી રાજકોટ પૂર્વની બેઠક (Rajkot assembly seat) પર ભાજપે ઉદય કાનગડ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને આ બેઠક પર ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાહુલ ભુવાને મેદાને ઉતારવામાં આવ્યા છે. (Rajkot East Seat)

ખરાખરીનો ખેલ એવામાં આ બેઠક પર વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારે કોંગ્રેસે ફરી તેમને 2022માં આ બેઠક પર ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ બેઠક પર ભાજપના નવા ચહેરા સામે આ જ બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. ત્યારે રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપ, કોંગ્રેસને આમ આદમીના ઉમેદવારો વચ્ચે બિગ ફાઈટ જોવા મળે તેવી શક્યતાઓ છે.(Rajkot East seat candidate)

ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ રાજકોટ પૂર્વની બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર, પૂર્વ સ્‍ટે.ચેરમેન, પૂર્વ શાસક પક્ષ નેતા રહી ચૂકયા છે. ઉદય કાનગડે છેલ્લા સમયમાં ભાજપમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે પૂરા રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરી છે. જ્યારે ઉદય કાનગડ પૂર્વ વિસ્તારમાં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે એટલે આ વિસ્તારમાં તેમની પકડ મજબૂત માનવામાં આવે છે. એવામાં ભાજપે તેમને આ બેઠક પરથી ધારાસભાની ટિકિટ આપી છે. (Rajkot East seat BJP)

કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ વર્ષ 2012ની ચૂંટણીમાં રાજકોટ પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2017ની ચૂંટણીમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણી સામે લડ્યા હતા અને તેમનો પરાજય થયો હતો. જોકે તેઓ થોડા સમય માટે આમ આદમી પાર્ટીમાં પણ ગયા હતા અને હવે ફરી કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ દ્વારા તેમને રાજકોટ પૂર્વ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. (Rajkot East seat Congress)

આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવા આમ આદમી પાર્ટીએ મુકેલા લેઉવા પટેલ સમાજના ઉમેદવાર રાહુલ ભુવાનું તેમના વિસ્તારમાં થોડું વર્ચસ્વ રહેલું છે. વોર્ડ નં.4માંથી તેઓ કોર્પો.ની ચૂંટણી લડ્યા હતા અને 11 હજારથી વધુ મત મેળવ્યા હતા. ભાજપ આ વોર્ડમાં જીત્યો હતો. આ ઉમેદવારે બંને પક્ષના મત કાપ્યાની છાપ ઉપસી હતી. જ્યારે ફરી આમ આદમી પાર્ટી એ તેમને આ જ વિસ્તારમાં ધારાસભા માટેની ટિકિટ આપી છે. (Rajkot East seat AAP)

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકનું મહત્વ વર્ષ 2010માં રાજકોટની જૂની બેઠક નંબર 1ના બે ભાગ થયા. નવા સીમાંકન મુજબ રાજકોટ એક બેઠકના બે ભાગ પડયા છે. રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ. જિલ્લામાં નવા સીમાંકનની સૌથી વધુ અસર રાજકોટ 1 બેઠકને થઈ છે. રાજકોટ પૂર્વની નવી રચાયેલી બેઠક નંબર 68ની વાત કરીએ તો તેમાં વોર્ડ નંબર 5, 16, 17, 18, 19, 20 આમ આ છ વોર્ડનો રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવેશ થાય છે. જોકે રાજકોટ પૂર્વ બેઠક પર લેવા પાટીદાર મતદારોનું દબદબો જોવા મળે છે સૌથી વધુ લેઉવા પાટીદાર મતદારો આ વિસ્તારમાં નોંધાયેલા છે.(Rajkot East Seat Tripankhio Jang)

જાતિ સમીકરણ રાજકોટ પૂર્વ બેઠક પર લેઉઆ પટેલનું પ્રભુત્વ છે. આ સાથે કડવા પટેલ, લઘુમતિ, દલિત, કોળી અને માલધારી સમાજની પણ વસતિ છે. લેઉવા પટેલ 19 ટકા, કોળી 15 ટકા, દલિત 15 ટકા, લઘુમતી 15 ટકા, કડવા પટેલ 5 ટકા અને અન્ય 31 ટકા મતદારોની વસ્તી છે. જ્યારે સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના આ બેઠક પર નોંધાયા છે. આ ઉપરાંત મતદારોની સંખ્યાની વાત કરીએ તો રાજકોટ પૂર્વ એટલે કે વિધાનસભા 68 બેઠક પર કુલ મતદારોની સંખ્યા આશરે 2,58,580 છે. જેમાં આશરે 1,36,972 પુરુષ મતદારો અને 1,21,608 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. (Big fight)

2017ની ચૂંટણીનું પરિણામ 2017માં ભાજપે અરવિંદ રૈયાણીને મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે મિતુલ દોંગાને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 53.13 ટકા એટલે કે 90,607 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને કુલ મતદાનના 40.28 ટકા એટલે કે 68,692 મત મળ્યા હતા અને અરવિંદ રૈયાણી વિજેતા થયા હતા. ત્યારબાદ તેમને ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.