રાજકોટ : રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રાતના સમયે બે યુવાનો પર ગંભીર રીતે (youths Attack in Rajkot) છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ હુમલો કરનાર બીજા બે યુવાનોને પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (bhagwatipara youths Attack)
આ પણ વાંચો કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક, મારામારી વાહનોની તોડફોડ કરનાર ઝડપાયા
આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટના જુના મોરબી રોડ પર ભગવતીપરાના બ્રિજ નીચે બે યુવાનો પર છરીથી જીવલેણ હુમલો કરાયો હતો. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું (two youths Attack in Bhagwatipara) સામે આવ્યું છે. આ હુમલો હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર અને અસલમ હનીફભાઈ બેલીમ નામના યુવાનો પર કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ હુમલો સાજન પરમાર અને રણજીત ઉર્ફે મહાદેવને બી ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ આ મામલે વધુ કાર્યવાહી શરૂ છે.(Rajkot Crime News)
આ પણ વાંચો ત્રિપુરામાં પૂજારીઓ પર કરાયો હુમલો, વાહનોમાં કરી તોડફોડ
જૂની અદાવતમાં કરાયો છરી વડે હુમલો આ મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ (Rajkot police) મથકના ઇન્સ્પેક્ટર બારોટે ETV BAHARAT સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે આ ઘટના બની તેની ગણતરીના કલાકોમાં જ આ ગુનાના બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ જૂની અદાવતમાં હરપાલ અને અસલમ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે કાર્યવાહી શરૂ છે. ઉલ્લેખનીય છે કે ભગવતીપરા વિસ્તારમાં થયેલા હુમલાના CCTV વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારે યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. (Rajkot Bhagwatipara Attack youths)