રાજકોટ: ગોંડલ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિત અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે. ગોંડલમાં સોપારી પાનબીડીના વેપારીઓ દ્વારા તંત્રની મીઠી નજર તળે કાળાબજાર કરવામાં આવી રહ્યા છે.
જેમાં વેપારીઓ મધરાત્રે પાન-તમાકુનો જથ્થો કાઢી આપે છે અને દિવસે તેના કાળાબજાર થઈ રહ્યા છે. સોપારીનો ભાવ 1 કિલોનો 1000થી પણ ઉપરનો છે, સો ગ્રામ તમાકુના ડબ્બાના ભાવ 1200 રૂપિયા બોલાઇ છે, ચૂનાના પાઉચનો ભાવ સાડા ત્રણ રૂપિયા તેમજ શિવાજી બીડી 30 નંબર બીડીની ઝૂડીના ભાવ 120 રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. સિગારેટના ભાવ 300થી લઇ 600 વસૂલવામાં આવી રહ્યા છે.