ETV Bharat / state

દેવાયત ખવડની ઉત્તરાયણ જેલમાં, જામીન અરજી કોર્ટે ફગાવી

લોક સાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ ફરી એકવાર (devayat khavad Case) લંબાયો છે. કોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન અરજી ફગાવવામાં આવતા ઉત્તરાયણ પણ જેલમાં ઉજવશે. આ ઉપરાંત પોલીસે તપાસ કરતા દેવાયત ખવડ પર ગુનામાં વધુ એક કલમ ઉમેરાઈ હતી. (Bail application of devayat khavad)

દેવાયત ખવડની ઉત્તરાયણ જેલમાં, જામીન અરજી કોર્ટે ફગાવી
દેવાયત ખવડની ઉત્તરાયણ જેલમાં, જામીન અરજી કોર્ટે ફગાવી
author img

By

Published : Jan 13, 2023, 9:35 PM IST

લોક સાહિત્યકાર દેવાયત ખવડનો જેલવાસ લંબાયો

રાજકોટ : રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણાના હત્યા પ્રયાસ કેસમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથી આરોપી હરેશ ઉર્ફે કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. જેને લઈને દેવાયત ખવડનો જેલવાસ ફરી એકવાર લંબાયો છે. આ પહેલા કોર્ટે ગુના વખતે કારનું ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન દિલીપ કુંભારવાડિયાની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. કોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન અરજી ફગાવવામાં આવતા નવા વર્ષના તહેવાર બાદ હવે દેવાયતની ઉત્તરાયણ પણ જેલમાં ઉજવશે.

શું હતી સમગ્ર ઘટના આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો, શહેરના કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયુરસિંહ સંપતસિંહ રાણા 7 ડિસેમ્બર 2022ના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તેમજ એક અજાણ્યો શખ્સ નીચે ઊતર્યા હતા. ત્યારબાદ મયુરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખ્સ ધોકા પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. જે પછી દેવાયત સહિતના ત્રણેય થોડો સમય નાસતા ફરતા રહ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. IPC કલમ 307 સહિતની કલમો હેઠળ પ્રથમ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

તપાસ કરતા વધુ એક કલમનો કરાયો ઉમેરો દેવાયત ખવડ સહિતના આરોપીઓ ઝડપાઇ જતા ત્યારબાદ પોલીસ દ્વારા આ કેસની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે, દેવાયત સહિતના આરોપીઓએ મયુરસિંહની ઓફિસ બહાર રેકી કરી હોવાનું ખુલતા કાવતરાની કલમ 120(બી) ગુનામાં ઉમેરાઈ હતી. આમ દેવાયતની મુશ્કેલીમાં વધારો થયો હતો. જે પછી હવે જામીન અરજી પણ રદ થઈ છે.

આ પણ વાંચો દેવાયત ખવડે મયુરસિંહ પર હુમલો કરતા પહેલા કરી હતી રેકી, તપાસમાં થયો ચોંકાવનારો ખૂલાસો

વકીલોએ દલીલ કરી અરજી સામે વાંધો લીધો આ કેસમાં ફરિયાદી એટલે કે મયુરસિંહ રાણાનો કેસ એડવોકેટ તુષાર ગોકાણી અને સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોશીએ દલીલો કરી હતી. તેમજ દેવાયત ખવડ અને તેના સાગરિતની જામીન અરજી સામે વાંધા લીધા હતા. આ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે દેવાયત ખવડ અને તેના સાથીના રેગ્યુલર જામીન અરજી બન્ને પક્ષની દલીલોને ધ્યાને લઈને રદ કરવામાં આવી છે. જ્યારે હવે ખવડ દ્વારા જો હાઇકોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવે અથવા ચાર્જશીટ સુધી રાહ જુએ તો ત્યાં સુધી તેમને જેલમાં જ રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.