રાજકોટ: 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. જેમાં વીરપુર જલારામ મંદિર તરફથી તા. 22 અને 23 જાન્યુઆરી એમ 2 દિવસ તમામ દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ પૂરો પાડવામાં આવશે. પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના 50 સ્વયં સેવકોનું એક મંડળ અયોધ્યા પહોંચી ગયું છે. આ સ્વયં સેવકો રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે.
મહા પ્રસાદ બનાવવાનો ધમધમાટઃ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત એવા તમામ ભક્તોને જલારામ મંદિર, વીરપુર તરફથી મહાપ્રસાદના બોક્સ આપવામાં આવશે. આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જલારામ મંદિર તરફથી 50 સ્વયં સેવકોનું એક મંડળ અઠવાડિયા પૂર્વે વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે. આ મંડળ જલારામ મંદિરના ગાદી પતિ પૂજ્ય રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ મહાપ્રસાદ મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે. આ સ્વયં સેવકો રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે.
પુષ્કળ સામગ્રી અયોધ્યા પહોંચાડાઈઃ અંદાજીત ચારેક લાખ જેટલાં દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ આપવાની ગણતરી છે. તેથી આ મહાપ્રસાદનું નિર્માણ વિશાળ માત્રામાં થઈ રહ્યું છે. જેના માટે મોટા ચુલાઓ, વિશાળ વાસણો, અનાજ, કરિયાણું, ઘી, ચણાનો લોટ વગેરે સામગ્રી વીરપુરથી અયોધ્યા પહેલેથી જ પહોંચાડી દેવાયું છે. અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાના 2 દિવસ દરમિયાન પ્રસાદ ઉપરાંત ભગવાન શ્રી રામને આજીવન સવાર સાંજ થાળ પણ જલારામ ધામ, વીરપુર દ્વારા ધરાવવામાં આવશે. આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી વીરપુરવાસીઓ અને સમગ્ર વિશ્વમાં વસતા જલારામ બાપાના ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે.
વીરપુર જલારામ મંદિર તરફથી અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠાના તા. 22 અને 23 જાન્યુઆરી એમ 2 દિવસ તમામ દર્શનાર્થીઓને મહાપ્રસાદ મગજ પૂરો પાડવામાં આવશે. જલારામ મંદિરના 50 સ્વયં સેવકોનું એક મંડળ અયોધ્યામાં રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ તૈયાર કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને આજીવન સવાર સાંજ થાળ પણ જલારામ ધામ, વીરપુર દ્વારા ધરાવવામાં આવશે. આ જાહેરાતથી જ દરેક ભક્તોમાં ખુશી વ્યાપી ગઈ છે...રમેશ ગઢીયા(સ્વયં સેવક, જલારામ ધામ, વીરપુર)