રાજકોટ: ભારતીય સંસ્કૃતિ તહેવારોની સંસ્કૃતિ છે. ત્યારે આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન, યુદ્ધ એજ કલ્યાણ મહિલા સમિતિ દ્વારા ગોંડલ શહેર તેમજ દેરડી કુંભાજી ગામ અને જૂનાગઢ, ધોરાજી, જેતપુર, રાજકોટ શહેર દ્વારા 7851 રાખડી અને સુરત દ્વારા 1111 રાખડી સરહદ પરના ફૌજી ભાઈઓ માટે નાની બાળાઓ દ્વારા રાખડીને કંકુ-ચાંદલો કરીને રાખડી મોકલવામાં આવી દેશની રક્ષા કરતા સૈનિકો માટે રાખડી રૂપી રક્ષા યુદ્ધ એજ કલ્યાણની બહેનો દ્વારા મોકલવામાં આવી છે. રાત દિવસ જોયા વગર દેશની રક્ષા કરતા સૈનિકોને આપણે રક્ષાબંધનના તહેવારમાં કઈ રીતે ભૂલી શકીએ?
