રાજકોટ: કોરોના વાઈરસના લોકડાઉન વચ્ચે ગુજરાતભરના ઘણાં માર્કેટ યાર્ડ બંધ હાલતમાં છે. પરંતુ શાકભાજી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટો અને તકેદારી મુજબ ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં આ વર્ષે પણ ગોંડલ પંથકમાં કેસર કેરી પાકતી ન હોવા છતાં તાલાળા કરતાં ગોંડલમાં કેરીનું વહેલું આગામન થયું છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ સતાધીશોએ યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ રાખીને ખેડૂતોના માલનું વહેંચાણ થાય અને પોષણક્ષમ ભાવો મળી રહે તેવા આયોજન વચ્ચે સીધા જ વેપારીઓને ગુણવત્તા મુજબનાં કેસર કેરીના બોક્સોનું વહેંચાણ કરવામાં આવી રહ્યું છે.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોકસના ભાવ રૂપિયા 800/-થી લઈને 1250/-સુધીના બોલાયા હતાં. કોરોના વાયરસની મહામારી વચ્ચે ખેડૂતો વેપારીઓના મતે કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે અઢળક જોવા મળશે. પરંતુ કેસર કેરીની સિઝન કેટલો સમય ચાલશે અને ખેડૂતોને કેસર કેરીના કેવા ભાવ મળશે. એ તો આગામી દિવસોમાં સમય જ બતાવશે.