રાજકોટ: ગોંડલ શહેરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરના તમામ રિક્ષાચાલકોનું હેલ્થ ચેક સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, તેમજ દરેક રિક્ષા ચાલકોને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિક્ષા ચાલકોને હેલ્થ કાર્ડ આપતી વેળાએ શહેરમાં વધતા જતા કોરોનાના કેસેને લઈને પ્રવાસીઓને પણ પાલિકાના સતાધીશોએ વિનંતી કરતા રિક્ષા ચાલકનું હેલ્થ કાર્ડ જોયા પછી જ પ્રવાસ કરવાની અપીલ પણ કરી હતી.
