રાજકોટ : જિલ્લાના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાના પગારમાંથી ઉપલેટા ધોરાજીનાં કુપોષીત બાળકો માટેનો આહાર ધોરાજીનાં પ્રાંત અધિકારી તથા સીડીપીઓને કિટ અર્પણ કરવામાં આવી હતી.
ધોરાજી ઉપલેટા તાલુકાના વિસ્તારના કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આ લૉકડાઉનની પરિસ્થિતિમાં મળી રહે એટલા માટે લલિત વસોયાએ ધારાસભ્ય તરીકેના મળતા પગાર માંથી તેઓના આહાર માટે એક કીટ બનાવવામાં આવી છે.
આ કીટમાં લાડુ, સુખડી, કાજુ, કીસમીસ અને ગાઠીયાનો સમાવેશ કરવામાં આવેલો છે, ત્યારે આ કીટ બાળકોને કે તેના પરિવારને રૂબરૂ દેવા જવાને બદલે ડેપ્યુટી કલેટર તેમજ સી.ડી.પી.ઓ. ધોરાજી તેમજ સી.ડી.પી.ઓ. ઉપલેટા ને અર્પણ કરી હતી તેમજ આવતા દિવસોની અંદર લૉકડાઉન જો વધશે તો પણ કુપોષિત બાળકોને આવી કિટોનું વિતરણ કરવામા આવશે એવું ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું.