રાજકોટઃ સત્તત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દરરોજ 10થી વધારે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે, ત્યારે બુધવારે કોરોનાના કારણે વધુ 5 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નીતિનભાઈ સવાણી (ઉં.વ,35), રાજકોટ,વર્ષાબેન પ્રવીણભાઈ શેઠ (ઉં.વ.69), ચુડા, પરષોતમભાઈ ભોવનભાઈ, ધોરાજી,ભીખુભા પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.60), મેસપર-ગોંડલ, મેમુનાબેન અહેમદભાઈ મકવાણા (ઉં.વ.63), દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 437 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 207 દર્દીઓ રાજકોટમાં સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 316 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ તંત્ર દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.