રાજકોટ શહેરની વિરાણી હાઇસ્કૂલમાં (Rajkot Virani High School)રક્ષાબંધન નિમિતે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને વિધાથીઓ તથા શિક્ષકો દ્વારા મેગા પ્રેરક રાખડી બનાવવામાં (Raksha bandhan 2022)આવે છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ તથા સી.જે. ગ્રુપના રસહયોગથી 425 કિલો અનાજ, 800 બાઉલ અને સાડીની મદદથી વિશાળ રાખડી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો સ્કૂલના વિદ્યાર્થીઓએ 75 શૂરવીરોના નામ અને ફોટા સાથે 400 ફૂટ લાંબી રાખડી બનાવી
પર્યાવરણનું રક્ષણ કરવાનો નિર્ણય આ મેગા રાખડીના (Mega Rakhi of Virani High School)ઉપયોગમાં લેવામાં આવેલ વસ્તુઓનુ યુનિક વિકલાંગ ટ્રસ્ટની મદદથી જરૂરીઆતમંદ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 'જોય ઓફ શેરીગ' અંતગર્ત પોતાનો આનંદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિનું રક્ષણ કરવાના હેતુથી તમામ વર્ગના વિદ્યાર્થીઓએ વૃક્ષોને ઠંડુ તિલક કરી, રક્ષા બાંધીને વૃક્ષોને ઉછેરવાનો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ Raksha Bandhan 2022 : મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી મચાવી રહી છે ધૂમ
વિરાણી સ્કુલ આ રાખડી બનાવવા આવી રાજકોટની વિરાણી સ્કુલ ખાતે યોજાયેલ આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્વામિનારાયણ મંદિરના ધી ઉત્તમ પુરુષ સ્વામી કેશવપ્રિય સ્વામી, સી.જે. ગ્રુપના ચેરમેન ચિરાગ ધામેચા (જલારામ) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ રાખડી બનાવવા શિક્ષકોથી અનિલાબહેન, કિરણબેન, નીરૂબહેન, અલકનંદાબહેન તથા ટેકનીકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થા દ્વારા ઘઉં, ચોખા તેમજ ખીચડી પોતાની યથા શક્તિ મુજબ લાવ્યા હતા. આ શાળામાં બનાવેલ આ રાખડીમાં ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુઓ જરૂરિયાતમંદ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવશે તેવું શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.