- ગોંડલ નગરપાલિકાની જનરલ બોર્ડની મળી બેઠક
- 22 જેટલી કમિટીના ચેરમેનોની કરવામાં આવી નિમણૂક
- કમેટીઓના ખાતાની વહેંચણી થતા કાર્યકરો ઉત્સાહમાં જોવા મળ્યાં
રાજકોટ : જિલ્લામાં આવેલી ગોંડલ નગરપાલિકાની મંગળવારના રોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી. ગોંડલ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ગોંડલ નગરપાલિકાની અલગ અલગ કમિટીઓના ખાતાની ફાળવણી કરીને 22 કમિટીઓના ચેરમેનોના નામ જાહેર કર્યા હતા.
- શીતલ કોટડીયા - એમ. બી. કોલેજ
- આશિફ જીકરીયા - ચેરમેન બાંધકામ કમિટી
- શૌલેષ રોકડ - ચેરમેન ટાઉન પ્લાનિંગ કમિટી
- રાજુ ધાના - વોટર વર્કસ
- અશ્વિન પાચાણી - વીજળી શાખા
- જીગ્નેશ ઠુમ્મર - વાહન વ્યવહાર
- હંસા માધડ - સેનિટેશન શાખા
- અનિતા રાજ્યગુરુ - બાલાશ્રમ કમિટી
- મિતલ ધાનાણી - મહિલા કોલેજ કમિટી
- કંચન શીંગાળા - માધ્યમિક શિક્ષણ કમિટી
- પરિતા ગણાત્રા - લો કોલેજ કમિટી
- સમજુ મકવાણા - બાગ બગીચા
- નયના રાવલ - એન. યુ. એલ. એમ. કમિટી
- રંજન પીપળીયા - આવાસ યોજના કમિટી
- કાંતા સાટોડીયા - સ્ટાફ સિલેક્શન કમિટી
- સંગીતા કુંડલા - હેલ્થ કમિટી
- પ્રકાશ સાટોડીયા - શોપિંગ સેન્ટર કમિટી
- ઉર્મિલા પરમાર - વેજિટેબલ કમિટી
- મીના જસાણી - સ્પોર્ટ કમિટી
- વસંત ટોળીયા - લાઈબ્રેરી કમિટી
- જગદીશ રામાણી - ભૂગર્ભ ગટર શાખા
- વસંત ચૌહાણ - આઈ.ટી.આઈ. કમિટી
આ દરમિયાન ગોંડલ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ભાજપ પક્ષના આદેશ મુજબ વૉર્ડ દીઠ દરેક સદસ્યોએ 45 વર્ષથી વધુ ઉમરના 200 વ્યક્તિને કોરોના વેક્સિન મૂકાવવાનું કહેવામાં આવ્યું હતું.