હાલ સમગ્ર રાજ્યમાં લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પાણીનો વેડફાટ અને પાણી ચોરી અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સત્તત ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. જેને લઈને મનપાની ટિમ દ્વારા શહેરના વોર્ડ નંબર 9માં ચેકીંગ હાથ ધરાયુ હતું. જ્યાં 12 અસામીઓને ત્યાંથી 15 જેટલા ગેરકાયદેસર નળ કનેક્શન મળી આવ્યા હતા. આ તમામ ગેરકાયદેસર નળ કનેક્શનને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા અને અસામીઓને નોટિસ તથા દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
