ETV Bharat / state

Rajkot Crime : ઉપલેટામાં ભંગારનું કામ કરતા શખ્સ પાસેથી 12 ચોરીની બાઈક ઝડપાઈ - ઉપલેટા પોલીસ

રાજકોટ રૂરલ LCB પોલીસે ઉપલેટા શહેરમાંથી ભંગારનું કામ કરતા શખ્સને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યો છે. ચોરી-છુપીથી અથવા છળકપટથી મેળવેલ આધાર પુરાવા વગરની 12 મોટરસાયકલ સાથે આ શખ્સની અડકાયક કરવામાં આવી છે. જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં...

Rajkot Crime
Rajkot Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 7:12 PM IST

ઉપલેટામાં ભંગારનું કામ કરતા શખ્સ પાસેથી 12 ચોરીની બાઈક ઝડપાઈ

રાજકોટ : ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ભંગાર અને સ્ક્રેપના ડેલામાંથી ચોરીની 12 બાઈક ઝડપાઈ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી ભંગારનો અને સ્ક્રેપિંગનો વ્યવસાય કરતો ઉપલેટાનો એક નામચીન વ્યક્તિને રાજકોટ રૂરલ LCB પોલીસે 12 જેટલી મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. કુલ રૂપિયા 1.35 લાખના મુદ્દામાલ સાથે ઉપલેટાના એજાજ ઉર્ફે મદારી રજાકભાઈ કાણાની અટકાયત કરવામાં આવી છે.

ચોરીની બાઈકનો અડ્ડો : રાજકોટ રૂરલ LCB પોલીસ ટીમના PSI ડી. જી. બડવા અને હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકતના આધારે ઉપલેટા શહેરના પાંજરાપોળ ચોક પાસેની ફુલારા શેરીમાં આવેલ મદારી સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં રેડ કરવામાં આવી હતી. જેમાં ચોરી-છુપીથી અથવા છળકપટથી મેળવેલ આધાર પુરાવા વગરની કુલ 12 જેટલી મોટરસાયકલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે. રાજકોટ રૂરલ LCB પોલીસે મુદ્દામાલ સહિત ઝડપાયેલા વ્યક્તિને આગળની કાર્યવાહી માટે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો છે.

ચોરીની બાઈકનો અડ્ડો
ચોરીની બાઈકનો અડ્ડો

12 બાઈક ઝડપાઈ : ઝડપાયેલા એજાજ ઉર્ફે મદારી રજાકભાઈ કાણા નામના વ્યક્તિ પાસેથી રાજકોટ રૂરલ LCB પોલીસે કુલ 12 જેટલા મોટરસાયકલ ઝડપી લીધા છે. જેમાં TVS XL SUPER NO. GJ-23-AS-5196, TVS STAR CITY NO. GJ-11-FF-4448, HERO HONDA SPLENDOR NO. GJ-17-K-1343, HERO HONDA SPLENDOR CHESIS NO. 07H15E39244, TVS STAR CITY NO. GJ-25-D-6281, BAJAJ CALIBER NO. GJ-17-3517, BAJAJ DISCOVER NO. GJ-05-EF-1506, SUZUKI ACCESS NO. GJ-13-S-1575, BAJAJ DISCOVER NO. GJ-03-DM-8836, HERO HONDA CD-100 NO. GJ-03-CC-8231, BAJAJ DISCOVER NO. GJ-03-ES-0167, SUZUKI ACCESS NO. GJ-11-PP-317 સહિત કુલ 1,35,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

પોલીસ કાર્યવાહી : રાજકોટ રૂરલ LCB પોલીસે જે ગલીમાંથી આ મુદ્દામાલ ઝડપ્યો તે ગલીની અંદર આ પ્રકારની અનેક પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે અગાઉ પણ આ ગલીની અંદર સપ્ટેમ્બર 2021 માં ભંગારના સ્કેપિંગ વખતે એક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટની ઘટનામાં એક પિતા-પુત્રના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે અહીંયા આ પ્રકારની અનેક ગેરકાનૂની અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે.

  1. Rajkot Crime News: મોડી રાત્રે કારખાનામાંથી ઝેરી ગેસ લીક થયો, લોકોના શ્વાસ રુંધાયા
  2. Rajkot Crime News : રાજકોટ વધુ એક વખત બન્યું રક્તરંજીત, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.