- પેટા-વાહન સહિત 38,800નો મુદ્દામાલનો કબજો
- હાથીયાણી ગામની સીમમાંથી ઝડપાયા આરોપીઓ
- પોલીસે કુલ 38,800નો મુદ્દામાલ કબજે કર્યો
પોરબંદરઃ 31મી ડિસેમ્બર નજીક છે, ત્યારે નવા વરસ નિમિતે દારૂ મહેફિલો યોજાતી હોય છે, જેથી દારૂના વેચાણ માટે બુટલેગર પણ સક્રિય થતા હોય છે, જે ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા માટે અને આ પ્રવૃતિ કરનારા શખ્સો પર વોચ રાખી તેમના પર પ્રોહીબીશનના કેસો કરવા પોરબંદર પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
31મી ડિસેમ્બરમાં દારૂની મહેફિલ માણવા બુટલેગરો સક્રિય
બગવદરના ઇન્ચાર્જ પીએસઆઇ એચ.સી.ગોહિલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમીના આધારે હાથીયાણી ગામના ખારા સીમ વિસ્તારમાંથી લખમણ રાજુ કેશવાલા તથા બાંગડ ઠુલા કટારાને 18,800 રૂપિયાનો કીંમતની 47 વિદેશી દારૂની બોટલો તથા 20,000ની કીમતનું એક બાઈક મળી કુલ રૂ. 38,800નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને આ બન્નેની પુરછપરછ કરતા આ દારૂનો જથ્થો તેઓને ભાણવડ નજીક આવેલ ધ્રામણી નેસમાં રહેતો કાના જેસા કોડીયાતર નામના શખ્શ આપી ગયો હોવાની કબુલાત આપી હતી, આથી પોલીસે તેના વિરુધ પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.