પોરબંદર : સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રી હરિ મંદિરના 16 માં પાટોત્સવનો (16th Patotsav of Shri Hari Mandir) પ્રાતઃકાળમાં અખંડ હરિનામ સંકીર્તન સાથે મંગલ પ્રારંભ થયો છે. શ્રી હરિ મંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ 2006માં થઈ હતી. જેને આ વર્ષે 16 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ ઉપલક્ષ્યમાં શ્રી હરિ મંદિર નો 16 મો પાટોત્સવનો રમેશ ઓઝા તેમજ શ્રી હરિ ભક્તોની સીમિત કોવિડ-19ની ગાઈડલાઈનના નિયમો પૂર્વક અધ્યાત્મિક કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો.
શ્રી નારદ ભક્તિ સૂત્ર
શ્રી હરિ મંદિરના 16 માં પાટોત્સવમાં સાંજે 4:00થી શ્રી નારદજીના ભક્તિસૂત્ર ગ્રંથમાં આપેલા 84 સૂત્રો પર રમેશ ઓઝાના (Bhaishri Rameshbhai Ojha in Porbandar) મુખેથી પ્રવચનનો, પોથી પૂજા અને વ્યાસ પૂજા પ્રારંભ થયો હતો. આ ભક્તિમય પ્રવચનનો સીમિતમાં યૂ ટ્યૂબ, ઝૂમના માધ્યમથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
ભાગવત ચિંતન શિબિર
શ્રી હરિ મંદિરના 16માં પાટોત્સવના (Sandipani Vidyaniketan) રમેશ ઓઝાની ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં ગુજરાતના વિદ્વાનો અને સાંદીપનિના ઋષિઓ દ્વારા શ્રી મદ્ ભાગવત પુરાણના વિષયને લઈને ચિંતનાત્મક અને શાસ્ત્રીય શૈલીમાં પ્રવચન પ્રસ્તુત થયા હતા. સાંદીપનિના અધ્યાપક ઋષિ હાર્દિક પુરોહિત દ્વારા ભિક્ષુ ગીત વિષય પર, સાંદીપનિના અધ્યાપક સહદેવ જોશી દ્વારા ભ્રમરગીત વિષય પર અને ગુજરાતના વિદ્વાન ડો. અનિલ દ્વિવેદી દ્વારા ભાગવતના શબ્દચિત્ર વિષય પર પ્રવચન રજૂ થયા હતા. આ સાથે ભાગવત ચિંતન શ્રેણીમાં બપોર પછીના સત્રમાં ઋષિ ધવલ જોશી દ્વારા ભક્તિમાર્ગના આચાર્ય નારદજી અને ભાગવત કથામાં નવધા ભક્તિ વિષય પર ચિંતનાત્મક પ્રવચન થયું હતું.
આ પણ વાંચોઃ પોરબંદરના સાંદિપની શ્રી હરિ મંદિરમાં હોળી-ધૂળેટી ઉત્સવનું આયોજન કરાયું
આ પણ વાંચોઃ પોરબંદરના સાંદિપની આશ્રમમાં હરિ મંદિર પાટોત્સવ પ્રસંગે શ્રી હરિની પાલખી યાત્રા નીકળી