- લાંબા સમયથી રસ્તો બિસ્માર હતો
- લોકોની અવરજવર કરવામાં તકલીફ રહેતી
- દસ લાખના ખર્ચે રસ્તો બનાવવામાં આવશે
પોરબંદરઃ શહેરમાં સુભાષનગર વિસ્તારમાં અનેક પરિવારો વસવાટ કરે છે અને સમુદ્રના કિનારે આવેલા સુભાષનગર વિસ્તારમાં અનેક લોકો માટે ઘણા સમયથી રસ્તાની સમસ્યા હતી. ત્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા દ્વારા ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
![પોરબંદરના સુભાષ નગર ખાતે સમશાનભૂમિના રસ્તાનું ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-01-khatmuhurat-10018_09062021220250_0906f_1623256370_855.jpg)
આ પણ વાંચોઃ રાજકોટ : કુંવરજી બાવળીયા દ્વારા 106.90 લાખના વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરાયું
સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો દસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ આ રસ્તાનું ખાતમુર્હત કરતા મીડિયાને જણાવ્યું હતું કે, આ રસ્તો દસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને ચાર મીટર પહોળો અને 50 મીટર લાંબો રસ્તો બનશે. સ્થાનિકોને ચોમાસાની ઋતુ દરમિયાન સ્મશાનભૂમિ તરફ જવા માટે મુશ્કેલી વેઠવી નહીં પડે અને સારા રસ્તાની સગવડતા ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ અજાંરના ટપ્પર અને અજાપર વચ્ચેના રસ્તાનું ખાતમુર્હુત કરાયું
ખાતમુર્હુત પ્રસંગે વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા
આ ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત પાલિકા પ્રમુખ સરજુ કારીયા, પૂર્વ પ્રમુખ અશોકભાઇ અને ચીફ ઓફિસર હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.