પોરબંદર : દેશભરમાં 8 જૂનથી વિવિધ ધાર્મિક સ્થળો ચોક્કસ ગાઇડલાઇન્સ પ્રમાણે અને નિયમો સાથે ખોલવાની કેન્દ્ર સરકારે છૂટ આપી છે, ત્યારે આ નિયમોમાં ધાર્મિક સ્થળો પર એકી સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય અને દરેકને એકબીજા સાથે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર બનાવવું પડશે. ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુનું થર્મલ સ્કિન જરૂરી છે. આ ઉપરાંત લક્ષણો વિનાના શ્રદ્ધાળુને જ પ્રવેશ આપવામાં આવે. જો કોઈને ઉધરસ, શરદી કે તાવ હોય તો તેને તાત્કાલિક મંદિરમાં પ્રવેશતા અટકાવી દેવાની સૂચના આપવામાં આવી છે.
આ તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો જ ધાર્મિક સ્થળો ખોલી શકાશે, પરંતુ કોરોના મારી વધુ ન ફેલાય તેને ખાસ ધ્યાને લઇને જાંબુવતી ગુફાના ટ્રસ્ટીઓએ આગામી સમયમાં પણ ગુફાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે જાંબુવતી ગુફાની અંદર થોડા જેવું છે કે ત્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તેમ નથી. આથી, ટ્રસ્ટીઓ દ્વારા જ્યાં સુધી આગામી સમયમાં જાંબુવતી ગુફા ખોલવા અંગેની તારીખ જાહેર ન થાય ત્યાં સુધી દર્શનાર્થીઓને ખોટું હેરાન ન થવું અને અહીં આવવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ નિર્ણય ખરેખર લોકોના હિતમાં છે અને જેના કારણે કોરોના વાઇરસનું સંક્રમણ પહેલા તો ઓછું થશે અને આગામી સમયમાં કોરોના વાઈરસની દેશમાંથી આપણે નાબૂદ કરી શકીશું.
જાંબુવતી ગુફાના ટ્રસ્ટીઓના આ નિર્ણયને અનેક લોકોએ આવકાર્યો હતો અને લોકો આ રીતે આગામી સમયમાં પણ નિયમોનું પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી કોરોના વાઇરસને નાબૂદ કરવામાં સહયોગ આપી શકે છે.