પોરબંદર: સમસ્ત ખારવા સમાજ દ્વારા ચોથા વર્ષે ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પોરબંદર, નવીબંદર, સુભાષનગર, વણાક્બારા, તેમજ દ્વારકાથી ટીમો આવેલ હતી. જેમાં 5 ફેબુઆરી બુધવારના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનો ફાઈનલ રાખવામા આવ્યો હતો. જેમા પોરબંદરની શિતલા ઈલેવન તેમજ સુભાષનગરની નવરંગ-બી ઈલેવન વચ્ચે મેચ હતો. જેમા નવરંગ-બી ઈલેવન વિજેતા બની હતી.
તે ઉપરાંત વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચપટેલ, ટ્રસ્ટીઓના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂપિયા 21,000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂપિયા 11,000/- રોકડ પુરસ્કાર આપવામા આવેલ હતો. તેમજ મેન ઓફ ધ મેચ- કમલેશ સોનેરી, બેસ્ટ બોલર-દિપક લોઢારી, બેસ્ટ બેસ્ટમેન-રોનક લોઢારી, મેન ઓફ ધ સીરીઝ-આકાશ ગીરનારી અને બેસ્ટ સપોટર્સ ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહન આપવામા આવ્યું હતું.
ખેલાડીઓમાં એકતા-ભાઈચારાની ભાવના વધે, ખેલદિલી વધે, તેમજ તંદુરસ્ત શરીર રહે એવી શુધ્ધ ભાવના સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તેમજ પંચપટેલ-ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.