માહિતી પ્રમાણે, પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા મગન રાણીંગા (ઉ.વ. 75)ના ઘરે તેના પુત્ર કેતન રાણીંગા (ઉ.વ. 31) અને પુત્રવધુ ધારાબેન રાણીંગા (ઉ.વ. 31) હતા ત્યારે બપોરે ત્રણ કલાકે નગાજણ બાલુ ઓડેદરા નામના શખ્સ તલવાર લઈને આવ્યો હતો. આ શખ્સે રતનપર સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન રાણીંગા પર તલવાર વડે હુમલો કર્યો હતો, ત્યારે આ શખ્સને રોકવા જતા પત્ની ધારાબેનના હાથમાં અને પિતા મગન ભાઈને કમરના ભાગે તલવાર વડે હુમલો કરતા લોહીના ખાબોચિયા છલકાયા હતા. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળા એકઠા થયા થતા નગાજણ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
કેતન રાણીંગાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર શખ્સ તેની પત્ની ધારાનો પ્રેમી હતો અને બરેંજ ગામે ધારાબેન શિક્ષિકા હોવાથી રસ્તામાં અવાર નવાર આવી જતો . ધારાબેન અને નગાજણ એક મહિનો સાથે લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેલા છે, પરંતુ ફરી તેના પતિએ સમજાવતા ધારાબેન પોતાના પતિ પાસે રહેતા હતા. આજે સવારે નગાજણનો ફોન આવતા કેતન અને નગાજણ વચ્ચે બોલાચાલી થઇ હતી, જેથી ઉશ્કેરાઈ જતા નગાજણે આજે તલવારથી આ પરિવાર પર હુમલો કર્યો હતો. આ બધું જાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.