ETV Bharat / state

મોકર પ્રાથમિક શાળાનાં 17 વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં મેળવ્યા રૂપિયા 80 હજારનાં પુરસ્કાર - porbandar news

પોરબંદર : જિલ્લાની મોકર પ્રાથમિક શાળાનાં 17 વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં યોગાસનમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રૂપિયા 80 હજારનાં રોકડ પુરસ્કાર મેળવીને શાળા, પરિવાર તેમજ ગામનુ નામ રોશન કર્યુ છે.

મોકર પ્રાથમિક શાળાનાં ૧૭ વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં મેળવ્યા રૂપિયા ૮૦ હજારનાં પુરસ્કાર
મોકર પ્રાથમિક શાળાનાં ૧૭ વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં મેળવ્યા રૂપિયા ૮૦ હજારનાં પુરસ્કાર
author img

By

Published : Dec 20, 2019, 11:30 PM IST

યોગ શિક્ષક ભાવિશાબેન લાખાણીના માર્ગદર્શન હેઠળ મોકર પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થી અન્ડર-14માં યોગાસનમાં જિલ્લા કક્ષાએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરીને રૂપિયા 40 હજારનાં પુરસ્કારો મેળવ્યા હતા.

અન્ડર 17 માં ૩ વિધાર્થીઓએ રૂપિયા 14 હજારનાં ઇનામો જીત્યા હતા તથા હાઇસ્કુલનાં 4 વિધાર્થીઓએ રૂપિયા 26 હજારનાં પુરસ્કારો જીતી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાના 17 રમતવીરોએ પોતાનું કૌશલ્ય સાબિત કરીને રૂપિયા 80,000 ઈનામનાં પુરસ્કાર મેળવ્યા હતા.

Intro:મોકર પ્રા. શાળાનાં ૧૭ વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં મેળવ્યા રૂ. ૮૦ હજારનાં પુરસ્કાર

પોરબંદર જિલ્લાની મોકર પ્રાથમિક શાળાનાં ૧૭ વિધાર્થીઓએ ખેલમહાકુંભમાં યોગાસનમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રૂ. ૮૦ હજારનાં રોકડ પુરસ્કાર મેળવીને શાળા, પરિવાર તેમજ ગામનુ નામ રોશન કર્યુ છે.

યોગ શિક્ષક ભાવિશાબેન લાખાણીના માર્ગદર્શન હેઠળ મોકર પ્રા. શાળાના ૧૦ વિધાર્થીઓએ અન્ડર ૧૪ માં યોગાસનમાં જિલ્લા કક્ષાએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરીને રૂ. ૪૦ હજારનાં પુરસ્કારો મેળવ્યા હતા. અન્ડર ૧૭ માં ૩ વિધાર્થીઓએ રૂ. ૧૪ હજારનાં ઇનામો જીત્યા હતા. તથા હાઇસ્કુલનાં ૪ વિધાર્થીઓએ રૂ. ૨૬ હજારનાં પુરસ્કારો જીતી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા ૧૭ રમતવીરોએ પોતાનું કૌશલ્ય સાબીત કરીને રૂ. ૮૦ હજાર ઇનામનાં પુરસ્કાર મેળવ્યા હતા.

અન્ડર ૧૪ માં યોગાસનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ નંબર મેળવનાર જોડ સરસ્વતી અને શિયાણી મમતાએ કહ્યુ કે, અમે છેલ્લા પાંચ વર્ષથી સતત યોગ કરીએ છીએ અને વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ છીએ. યોગ કરવાથી શરીર તંદુરસ્ત અને મન શાંત રહે છે. યાદશક્તિ વધે છે. શીક્ષિકા ભાવિષા બહેને કહ્યુ કે, વિધાર્થીઓ દરરોજ ૧ કલાક જેટલો સમય યોગ કરે છે. ખેલમહાકુંભનાં માધ્યમથી છેવાડાનાં વિધાર્થીઓ પોતાની કુશળતા બતાવી શકે તે માટે ખેલમહાકુંભ શ્રેષ્ઠ માધ્યમ છે.

યોગનું મહત્વ અને તેના ફાયદા વિશ્વના મોટા ભાગના દેશોએ સ્વિકાર્યા છે. અને તે માટે ૨૧ જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગ એ એક પ્રાચીન, શારિરીક, માનસિક અને આધ્યાતમિક પ્રણાલી છે. પોરબંદર જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં યોગમાં વિજેતા બનેલી મોકર પ્રા. શાળાની વિધાર્થિની જોડ સરસ્વતિએ કહ્યુ કે, યોગ કરવાથી મન શાંત અને શરીર તંદુરસ્ત રહે છે. વિજેતા વિધાર્થિની શિયાણી મમતાએ કહ્યુ કે, હું દરરોજ સવારે યોગ કરુ છું. ખેલમહાકુંભના કારણે મારા ઉત્સાહમાં ઉમેરો થયો છે. હું દર વર્ષે ખેલમહાકુંભમાં ભાગ લઇશ અને મારી શ્રેષ્ઠતા સાબિત કરવા પુરતા પ્રયત્ન કરતી રહીશ. ગુજરાત સરકારનાં કારણે તાલુકાથી રાજ્યકક્ષા સુધી ખેલમહાકુંભ યોજાય છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારોનાં કેટલાય વિધાર્થીઓ ખેલકુદમાં આગળ વધી રહ્યા છેBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.