- રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પોરબંદરની મુલાકાતે
- રામ મોકરિયાની જન્મભૂમિ ભડ ગામ
- કથાકાર રમેશભાઈ ઓઝાના આશિર્વાદ લીધા
પોરબંદરઃ રાજ્યસભાના સાંસદ તરીકે રામ મોકરિયાની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. જેથી સાંસદ રામ મોકરિયાએ સાંદિપની આશ્રમમાં હરિ મંદિરના દર્શન કરી કાથાકાર રમેશભાઈ ઓઝાના આશિર્વાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, રામ મોકરિયાની જન્મભૂમિ ભડ ગામ છે અને અને કર્મભૂમિ રાજકોટ છે. રામ મોકરિયા રાજકોટમાં મારુતિ કુરિયરનો વ્યવસાય ચલાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા, હવે ચૂંટણી નહી યોજાઈ
ગુજરાતની બે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક માટે એક માર્ચના રોજ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસ પક્ષે એક પણ ઉમેદવાર જાહેર ન કરતા સોમવારે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ભાજપના બન્ને ઉમેદવારો રામ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યસભામાં ભાજપના 2 ઉમેદવારો ફોર્મ ભરશે, કોંગ્રેસ એક પણ ઉમેદવાર નહીં જાહેર કરે
રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે ગુજરાતની 2 ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે અંતર્ગત ભાજપના 2 ઉમેદવારો 18 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.