પોરબંદરઃ કોરોના મહામારી સામે લડવા તબીબો અને પોલીસ વિભાગ સહિત સરકારી અધિકારીઓ રાતદિવસ કરી રહ્યા છે, ત્યારે પડતર પડેલી દૂધની અને અન્ય મીઠાઈઓ ખાઈને લોકોમાં ફૂડ પોઇઝનિંગ ન થાય તેની ખાસ કાળજી રાખી નગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા એક ઝુંબેશ હાથ ધરાઈ હતી. પોરબંદર શહેરની તમામ સ્વીટ માર્ટની દુકાનોમાં અને દૂધની બનાવટ વેચતા વેપારીઓની દુકાને જઇને મોટી માત્રામાં મીઠાઈ અને ફરસાણ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ અધિકારી વિજયભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, લોકો પણ પોતાના આરોગ્યની ખાસ જાળવણી રાખે અને પડતર અને વાસી ખોરાક સહિત મીઠાઈથી દૂર રહે આ કામગીરીમાં વેપારીઓએ પણ સહકાર આપ્યો છે અને તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.