- દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ અને કેલીપર્સના વિતરણ કેમ્પનું આયોજન
- કૃત્રિમ અવયવો ફીટીંગ થયા બાદ દિવ્યાંગોએ આત્મનિર્ભર બન્યાની લાગણી અનુભવી
- ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ખાતે કેમ્પનું આયોજન
પોરબંદર: ભારત વિકાસ પરિષદ પોરબંદર અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર એક્શન કેલિફોર્નિયા અમેરિકાના દાતા નગીનભાઇ ઝઘડાના સહયોગથી પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ અને કેલીપર્સના વિતરણ કેમ્પનું આયોજન 25 માર્ચ 2021ને ગુરુવારના રોજ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
85 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ કેમ્પનો લીધો લાભ
85 જેટલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ અને કેલીપર્સ વિતરણ કેમ્પનો લાભ લીધો હતો. કૃત્રિમ અવયવોના ફીટીંગ થયા બાદ પોતે આત્મનિર્ભર બની જતા દિવ્યાંગોએ અપાર આનંદની લાગણી અનુભવી હતી.
આ પણ વાંચો: વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જામનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
કૃત્રિમ પગનું ફીટીંગ થયા બાદ કોઇની મદદ વગર મુક્ત રીતે હલન ચલન
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રમુખ પ્રફુલ્લભાઇ ગોસ્વામી અને એમની 8 સભ્યોની ટીમ ખડે પગે રહી દિવ્યાંગોને કૃત્રિમ અવયવો ફીટીંગ કરવાના કાર્યમાં ઉમદા સહયોગ આપ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા અને પોરબંદર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દિવયાંગોને શોધીને એમને સહયોગ આપવાના આ ભગીરથ કાર્યમાં ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના પ્રમુખ કમલેશભાઇ ડી. ખોખરી, પ્રધાન નિધીબેન શાહ, ઉપપ્રમુખ વિનેશભાઇ ગોસ્વામી સંગઠન પ્રધાન નિલેષભાઇ રુધાણી, ખજાનચી નયનભાઇ ગોકાણી મહિલા સંયોજીકા પ્રો.નિવેદીતાબેન જોષી, હરદતપુરી ગોસ્વામી, દાસાભાઇ, હીનાબેન દવે, રાજેશભાઇ દવે, જીતેશભાઇ પટેલ વગેરે સભ્યોએ જહેમત ઉઠાવીને આ દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો: પાટણમાં દિવ્યાંગો માટે કરાયું સાધન સામગ્રી વિતરણ કેમ્પનું આયોજન