પોરબંદર તાલુકાના ફટાણા ગામે અવાર નવાર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. જે મુજબ ફટાણા ગ્રામ પંચાયતના સરપંચ કરશનજી આેડેદરા, ઉપસરપંચ ખીમાજી આેડેદરા, ગામના અગ્રણી કેશુભાઈ આેડેદરા અને સી.એચ.સી. ફટાણાના ડૉ. જયમલભાઈ આેડેદરાની દેખરેખ નીચે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સફાઇ કામમાં 8 થી 10 મજુરો અને બે ટ્રેક્ટર મારફત ફટાણા ગામની તમામ મુખ્ય બજારો તેમજ ગલીઆેમાં સફાઈ કરવામાં આવી હતી. ત્યારે25 થી 30 ટ્રેઈલર કચરો એકઠો થયો હતો. તે ફટાણા ગામથી થોડે દૂર બનાવવામાં આવેલા એક ખાડામાં એકત્રીત કરવામાં આવ્યો હતો. જેથી એ કચરો ફરીથી ઉડીને બજારોમાં ન આવે અને ચોમાસામાં પાણી ભરાય ત્યારે કોહવાયા બાદ આ કચરાનો ખાતર તરીકે ઉપયોગ પણ લઈ શકાય.
આમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે. ત્યારે સફાઈ અભિયાન મારફત એકત્ર થયેલા કચરાનો કેવી રીતે નિકાલ થાય તે જોવું પણ ખાસ જરૂરી છે. ત્યારે ફટાણાના ગ્રામજનોએ કચરામાંથી ખાતર બનાવી તેનો સદુપયોગ કરવા અંગે અન્ય ગ્રામ્ય વિસ્તાર સહિત અન્ય શહેરના લોકોને પણ પ્રેરણા આપી છે.