પોરબંદર: પોરબંદરના ભોજેશ્વર મહાદેવના મંદિરે વર્ષો પહેલા પોરબંદરના રાજા ભોજરાજે આ પરંપરા શરૂ કરી હતી રાજાએ શિવજીના શણગાર માટે સોનાના ઘરેણા આપ્યા હતા. જેમાં સોનાનો કંદોરો જેમાં 59 ઘુઘરી તથા સોનાનો ટોપ તથા માતાજીને સોનાના ઝાંઝર જેમાં બે ચપટી ઘૂઘરી તથા ચાર બલોયા જેને સોનાની બંગડી કહે છે.
આ પણ વાંચો: Mahashivratri 2023: ઉજ્જૈન મહાકાલના લક્કી ગુરુના ગ્રુપ દ્વારા જામનગરમાં કરાયું અદભુત ડમરુવાદન
1 કિલો જેટલા સોનાનાં ઘરેણાંનો શણગાર: આ ઉપરાંત સોનાનો મુંગટ તથા જયપુરી જડતર નો ચાંદલો જેમાં છ લટકણીયા મળીને અંદાજે એક કિલો સોનું થાય છે ચાંદીનું છત્તર જેમાં ૩૬ ઘુઘરીઓ છે. આ તમામ દાગીનાઓ સરકારી તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે. જ્યારે શિવરાત્રીના દિવસે સુરક્ષા સાથે ભોજેશ્વર મંદિરમાં લાવવામાં આવે છે અને શિવજીને શણગારવામાં આવે છે છેલ્લા 200 વર્ષથી આ પરંપરા ચાલી આવી રહી છે.
આ પણ વાંચો: Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી
પોલીસ જવાનો કરે છે દાગીનાં ની સુરક્ષા: વર્ષોથી આ દાગીના તિજોરી કચેરી માં રાખવામાં આવે છે. શિવરાત્રી ના દિવસે જ ભોજેશ્વર મંદિરે પોલીસ સુરક્ષા સાથે લાવવામાં આવે છે અને એક દિવસ બાદ ફરી તિજોરી માં સુરક્ષા સાથે મુકવામાં આવે છે. આખો દિવસ પોલીસ જવાનો આભૂષણો ની રક્ષા કરે છે.પોરબંદર જિલ્લાના ભોજેશ્વર મહાદેવના મંદિરે મહાદેવને શિવરાત્રીના દિવસે રાજાશાહી વખતના એક કિલો જેટલા આભૂષણો ન શણગાર કરવામાં આવે છે છેલ્લા સો વર્ષથી ચાલતી આ પરંપરા પૂજારી પરિવાર એ હજુ જીવંત રાખી છે. લોકો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે.