પોરબંદર: ગત રોજ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર પાર્ટીના પ્રભારી રામ ધડુક પર ત્રણથી ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં રામ ધડૂકને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવાયા હતા.
જેથી આમ આદમી પાર્ટી દ્વારા આ ઘટનાનો ભારે વિરોધ કરવમાં આવી રહ્યો છે. સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી પાર્ટીના પ્રભારી પર થયેલા આ હુમલા માટે રાજ્યના આરોગ્યપ્રધાન કુમાર કાણાનીને જવાબદાર ઠેરવી રહ્યા છે. જે સંદર્ભે તેમણે શુક્રવારે કલેકટર કચેરી બહાર ભાજપ સામે વિરોધ કરીને ન્યાયની માગણી કરતાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પાર્ટીના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે એક વિરોધ પક્ષ તરીકે રાજ્યના આરોગ્યપ્રધાનની નિષ્ફળ કામગીરીને ઉઘાડી પાડવામાં આવી હતી. જેથી પ્રધાનો અને તેના માણસોના પેટમાં તેલ રેડાયું છે અને આ હુમલો કરાવવામાં આવ્યો છે.
જેથી પાર્ટીમાં રહેલા આવા ગુંડાતત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને પોરબંદર આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.