પોરબંદર: પોરબંદર શહેરમાંથી દર અઠવાડિયે ઉપડતી પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક ટ્રેનને આવતી 25 જુલાઇથી સુપરફાસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન સુપરફાસ્ટ બની જતા મુસાફરોનો આવવા તથા જવાનો ઘણો સમય બચી જશે.
ટ્રેનની સ્પીડમાં થશે વધારો: ભાવનગર રેલ્વે મંડળના સીનીયર ડીસીએમ માંશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ 19 જુલાઈ 2023થી સુપરફાસ્ટ બનશે અને ટ્રેન નંબર 19202 પોરબંદર - સિકંદરાબાદ એક્સપ્રેસ 25 જુલાઈ 2023થી સુપરફાસ્ટ બનશે. આમ આ ટ્રેન પોરબંદરથી દર મંગળવારે 00:55 કલાકને બદલે 01:00 કલાકે ઉપડશે અને બુધવારે 8:00 કલાકને બદલે 7:40 કલાકે સિકંદરાબાદ પહોંચશે. વળતી દિશામાં, આ ટ્રેન સિકંદરાબાદથી દર બુધવારે 15:00 કલાકને બદલે 15:10 કલાકે ઉપડશે અને ગુરુવારે 22:05 કલાકને બદલે 21:50 કલાકે પોરબંદર પહોંચશે.
મુસાફરો પાસેથી ભાડાનો તફાવત વસૂલવામાં આવશે: જ્યારે ટ્રેન સુપરફાસ્ટ બનશે ત્યારે તેનો ટ્રેન નંબર પણ બદલવામાં આવશે. ટ્રેન નંબર 19202 પોરબંદર - સિકંદરાબાદને 20968 અને ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ - પોરબંદરને 20967 ફરીથી નંબર આપવામાં આવશે. નોંધનીય છે કે ટ્રેનના પ્રકૃતિમાં ફેરફાર થયા પછી મુસાફરો પાસેથી ભાડાનો તફાવત વસૂલવામાં આવશે. ટ્રેનની સ્પીડ વધી જતાં મુસાફરોનો આવવા તથા જવાનો ઘણો સમય બચી જશે.
(પ્રેસ નોટ આધારિત