પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ જાંબુવતની ગુફા પાસેના રસ્તા પાસે પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ 84, જેની કિંમત 25, 325 અને એક શખ્સને ઝડપી લીધો છે.
પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની સાહેબ દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા ખાસ સૂચના કરી છે. આ સૂચનાના અનુસંધાને જિલ્લા LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ PSI એન.એમ.ગઢવી અને એલ.સી.બી.પો.સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ, જાંબુવંતી ગુફા તરફ જતા રસ્તે 20 વર્ષીય દિલીપ પોપટભાઇ મોરીના રહેણાંક મકાનની પાછળ વાડામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-84, જેની કિંમત. રૂ.25,325 ઉપરાંત 5000ની કિંમતનો મોબાઈલ ફોન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલા 25 હજારના બજાજ કંપનીનું પલ્સર મળી કુલ રૂ. 55,325/-ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.
આ દારૂનો જથ્થો આરોપી બળેજ ગામના રહેવોસી લખમણ બોઘાભાઇ ઉલવા અને રાણપર ગામના રહેવાસી વીરા ભાયાભાઇ કોડીયાતર પાસેથી વેચાતો મંગાવી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલા હોય જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે.