ETV Bharat / state

પોરબંદર પોલીસે બાળકોના અપહરણના ગુનામાં ફરાર આરોપીની મધ્યપ્રદેશથી કરી ધરપકડ

author img

By

Published : Sep 11, 2020, 7:04 AM IST

બગવદર પોલીસ સ્ટેશનમાં પોસ્કો હેઠળ નોંધાયેલા ગુનાના નાસતા-ફરતા આરોપીની મધ્યપ્રદેશથી પોરબંદર કીર્તિમંદિર પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

porbandar
porbandar

પોરબંદરઃ બગવદર પોલીસ સ્ટેશનના પોસ્કો હેઠળ નોંધાયેલા ગુનાના નાસતા-ફરતા આરોપીની મધ્યપ્રદેશથી પોરબંદર કીર્તિમંદિર પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ, મહા નિરીક્ષક, મનિંદર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા સગીર વયના બાળકો/બાળકીઓના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને અનુસંધાને પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, જે.સી.કોઠીયા સાહેબના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પો.સ્ટે.ના પો.ઇન્સ., એચ.એલ.આહીર સાહેબ દ્વારા ટીમ બનાવી તપાસ કરવામાં આવી હતી.

આ તપાસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી મુકેશ શંકરભાઇ તડવી, ઉ.વ.૨૩, રહે. લીખીગામ, (મધ્યપ્રદેશ) ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશના લીખીગામના વાડી વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીને આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.એલ.આહીર સી.પી.આઇ. કચેરીના એ.એસ.આઇ. સાંગાભાઇ આવડાભાઇ મકવાણા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ જી.આર.ભરડા અને અન્ય કોન્સ્ટેબલ રાજુભાઇ અરજનભાઇ ગોજીયા સાથે મધ્યપ્રદેશ રવાના થયા હતા. જ્યાં મધ્યપ્રદેશ રાજયના ઉન પોલીસ સ્ટેશનના પોલીસને સાથે રાખી બાતમી મળેલી જગ્યાએ જઇ આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીને કોવિડ-19 ના ટેસ્ટ માટે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં મોકલી આપેલ છે. આમ, સગીર વયમાં બાળકોના અપહરણ સહિત પોસ્કોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને મધ્ય પ્રદેશથી પકડી પાડેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.