- મીડિયા કર્મીઓએ પોતાનો પત્રકારત્વનો ધર્મ જીવન જોખમે બજાવ્યો
- કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડીયાએ પત્રકારોને કામગીરી બદલ બિરદાવ્યા
- મીડિયાએ પ્રજા સુધી અવાજને પહોચાડવા અને તંત્રને જગાડવા સહયોગ પૂરો પાડ્યો
પોરબંદર : જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મે અને મારી ટીમ દ્વારા પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે જયારે જયારે લોકશાહી ઢબે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે ત્યારે અમારા આ અવાજને મીડિયા કર્મીઓ દ્વારા અખબાર, ન્યુઝ ચેનલ, વેબ પોર્ટલના માધ્યમથી પ્રજા સુધી આ અવાજને પહોચાડવા અને તંત્રને જગાડવા ખુબ મોટો સહયોગ પૂરો પાડ્યો છે.
સાલ ઓઢાડીને સન્માન પત્ર આપીને મીડિયા કર્મીઓની કામગીરીને બિરદાવી
લોકોના જીવ બચાવામાં અમારી ખુબ મદદ કરી છે. આ ઉમદા કામગીરીને બિરદાવા માટે આજે મીડિયા કર્મીઓ સાથે જમણવારનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જમણવાર પછી સાલ ઓઢાડીને સન્માન પત્ર આપીને મીડિયા કર્મીઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોરબંદરના પત્રકારોનું સન્માન કર્યું હતું.