પોરબંદરનું નામકરણ વિક્રમ સવંત ૨૦૪૬ શ્રાવણ સુદ પૂનમ નક્ષત્રમાં કરાયું હતું. પોરબંદરમાં જેઠવા વંશના રાજવી ઘુમલીના મહારાજ બાષકલ દેવે બારે વિક્રમ સંવત 1,046ના શ્રાવણી પૂનમ તારીખ- 6-8-990ના રોજ સોમવારે તોરણ બાંધી સ્થાપના અને નામકરણ કર્યું હતું. સમગ્ર વિશ્વ સાથે જળ વ્યવહારથી વિશ્વ સાથે જોડી દીધું હતું.
પોરબંદરનું સંસ્કૃત નામ પોરવેલા કુલ થાય છે. પોરબંદર એક દરિયાઈ વેપારી મથક હોવાથી શહેરની સમૃદ્ધિ વિશાળ હતી. પૌરાણિક ઈતિહાસ પ્રમાણે, અહીં સુદામાજી વસ્યા હતાં. જેથી સુદામાપુરીના નામે પણ ઓળખાતું હતું. સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીનો અહીં જન્મ થયો હોવાથી આ પવિત્ર ભૂમિને સ્વચ્છ બનાવી નમૂનેદાર શહેર તરીકે વિકસાવવાની અપીલ ઇતિહાસકાર નરોતમ પલાણ કરી રહ્યાં છે.