ETV Bharat / state

પોરબંદર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનો કોગ્રેસમાં જોડાયા - Porbandar daily news

કોંગ્રેસના સેવાકાર્યોથી પ્રેરાઈને પોરબંદરમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

પોરબંદર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનો કોગ્રેસમાં જોડાયા

author img

By

Published : Jun 6, 2021, 3:38 PM IST

  • કોંગ્રેસના સેવાકાર્યોથી પ્રભાવિત થઈને યુવાનો જોડાયા
  • આમ આદમી પાર્ટી ને કહ્યું બાય બાય
  • હજુ વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાશે : વિક્રમ ઓડેદરા

પોરબંદર : લોકસેવાનો ઉદ્દેશ રાખીને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ કરેલા સેવાકાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીને બાય બાય કરીને પોરબંદર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા.

કોગ્રેસ પક્ષના સેવાકિય કાર્યો પ્રવૃતિઓથી પ્રભાવિત થઈને જોડાયા

આમ આદમી પાર્ટીમાંથી તાલુકા યુવા પ્રમુખ અને રતનપરના તાલુકા પંચાયતના ઉમેદવાર વિક્રમ ઓડેદરા અને તેમના સાથી મિત્રોએ વિધિવત રીતે કોગ્રેસમાં જોડાયા છે. કોરોના કાળના કોગ્રેસ પક્ષના સેવાકિય કાર્યો પ્રવૃતિઓથી પ્રભાવિત થઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના નાથાભાઈ ઓડેદરા અને યુવા કોગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે કોંગ્રેસના ખેસ પેહરાવીને કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું અને આગામી દિવસોમાં વધુ યુવાનો વધુ જોડાશે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસનો ઉદ્દેશ લોકસેવાનો છે: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

ગુજરાતમાં યુવાનો રાજકારણમાં સક્રિય થવા લાગ્યા છે પરંતુ લોકસેવક બનવા ઇચ્છતા યુવાનો કઈ પાર્ટી પસંદ કરવી તે અંગે પણ અસમંજસ અનુભવતા હોય છે. કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ્ય લોકસેવાનો છે અને કોરોનાકાળમાં લોકોની સેવામાં હમેશા કોંગ્રેસ આગળ રહ્યું છે. આથી વધુમાં વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાશે અને લોકસેવાના કાર્યોમાં જોડાય તેવુ આહ્વાન નાથાભાઇ ઓડેદરાએ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.