પોરબંદરઃ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીએ જિલ્લામાં પ્રોહિબીશનના ગુનામાં પકડવાના બાકી હોય તેવા આરોપીને પકડી પાડવા ખાસ સૂચના કરેલી હતી. જે LCB PI એમ.એન.દવે તથા LCB PSI એન.એમ.ગઢવીએ છેલ્લા ઘણા સમયથી બરડા ડુંગરમા પ્રોહી.ની પ્રવૃતિ કરતો અને ડુંગરમા જ છુપાઇને રહેતો આરોપી ચના જીવાભાઇ ગુરગુટીયાને પકડવા પ્રયાસો હાથ ધર્યા હતા.
એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન LCB ASI બટુકભાઇ વિંઝુડા તથા PC દિલીપભાઇ મોઢવાડીયાને ચોક્કસ માહિતી મળી હતી કે, પ્રોહીબીશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ચના જીવાભાઇ ગુરગુટીયાને બરડા ડુંગરથી આદિત્યાણા કાદા વિસ્તારમાં તેના રહેણાંક મકાને પકડી પાડ્યો હતો. આરોપીને COVID-19 ના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવા મોકલવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પોરબંદર LCB PI એમ.એન.દવે તથા LCB PSI એન.એમ.ગઢવી, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, PC સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, સુરેશભાઇ નકુમ વગેરે રોકાયેલા હતા.