શહેરમાં વૈશાલીબેન પ્રશાંતભાઈ ચોલેરા સીડી પરથી પડી ગયા હોવાનું જણાવી તેના પતિ પ્રશાંતભાઈ અને અન્ય સાસરીયાઓએ 108ની મદદ માગતા ટીમ દોડી આવી હતી, અને વૈશાલીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આથી વૈશાલીના સસરાએ વૈશાલીના પિતા ભગવાનજી હરિદાસ ગોકાણીને ફોન કરીને જણાવ્યું હતું, કે તમારી દીકરી સીડી પરથી પડી ગઈ છે. તાત્કાલિક પોરબંદર આવો આથી તેના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતદેહની હાલત જોતા તેના માથાના ભાગે ત્રણ જગ્યાએ ઊંડા ઘા માર્યા હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.
ઉપરાંત શરીર અને ગળા પર નખના નિશાન પણ જોવા મળ્યા હતા, આમ વૈશાલીના પિતા એ તેના સાસરિયાઓએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. વૈશાલી અને પ્રશાંતના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતા, અને તેઓ આફ્રિકા જ રહેતા હતા. ચારેક વર્ષ પહેલાં જ પોરબંદરમાં સ્થાયી થયા હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અંશ છે, વૈશાલી અને પ્રશાંત વચ્ચે અનેકવાર ઝઘડાઓ થતા અને અનેકવાર સમાધાન કરાવ્યા હોવાનું પણ વૈશાલીના પિતાએ જણાવ્યું હતું.