- પાકિસ્તાનની નાપાક હરકત, આજે શુક્રવારે વહેલી સવારે ચાર બોટ અને 24 માછીમારોનું કર્યું અપહરણ
- અનેક રજૂઆતો બાદ પણ અપહરણનો સિલસિલો યથાવત
- પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે અનેકવાર કર્યુ છે ભારતીય માછીમારોનું અપહરણ
પોરબંદર: પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા શુક્રવારે વહેલી સવારે 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે નેશનલ ફિશ ફોરમના મનીશ લોઢારીએ જણાવ્યું હતું કે, અપહરણ થયેલી ચાર બોટમાં બે પોરબંદરની અને બે ઓખાની બોટ હોવાનું હાલ માલુમ પડયું છે. જેની વધુ માહિતી હવે આવશે.
આ પણ વાંચો : પાકની નાપાક હરકતઃ ઓખાની 2 બોટ અને 20 માછીમારોનું પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીએ કર્યું અપહરણ
નાપાક પાકિસ્તાન ક્યારે સુધરશે
ભારતીય જળસીમા પરથી અનેક વાર પાકિસ્તાન મરિન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવે છે. આ મામલે બન્ને દેશોની સરકારને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજૂ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યુ નથી માત્ર આ અંગે ચર્ચાઓ અને મિટિંગો તથા મુલાકાતનું આયોજન થાય છે. સરકાર દ્વારા કોઈ ફાઇનલ નિર્ણય ન આવતા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં સડવાનો વારો આવે છે.