ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજભાઈ પાડલિયાએ દીપ પ્રાગટ્ય કરી પેઇન્ટિંગ વર્કશોપને ખુલ્લો મુક્યો હતો. જેમાં ઇનોવેટિવ ગ્રૂપના આર્ટિસ્ટ કમલ ગૌસ્વામી, શૈલેષ પરમાર, કરશન ઓડેદરા, દિનેશ પોરિયા, દિપક વિઠલાણી, સમીર ઓડેદરા, ધારા જોશી, વાલીબેન મોઢવાડીયા, ક્રિષ્ના ટોડરમલે વર્કશોપને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જુનિયર આર્ટિસ્ટોને પેન્સિલ, બ્રશ, એક્રેલીક કલરસેટ અને કાગળ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યુ કે, આ વર્કશોપમાં દોરવામાં આવેલ પેઇન્ટિંગમાંથી ટોપ 10 પેઇન્ટિંગ કરનારને સર્ટિફિકેટ સ્લેટ સી ફૂડ દ્વારા પ્રોત્સાહિત ઈનામ 18 મેના રોજ શનિવારે સાંજે સાંજે 6 વાગ્યે આપવામાં આવશે.