ETV Bharat / state

NCC Directorate at Madhavpur Beach : NCC નિદેશાલય દ્વારા માધવપુર બીચ ખાતે બીચ ક્લિનીંગનો યોજાયો કાર્યક્રમ - NCC Directorate at Madhavpur Beach

માધવપુરમાં મેળા બાદ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય બીચની (NCC Directorate at Madhavpur Beach) મુલાકાત લીધી હતી. જ્યાં NCC નિદેશાલય દ્વારા પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ ક્લિનીંગ (Beach Cleaning Program) કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

NCC Directorate at Madhavpur Beach : NCC નિદેશાલય દ્વારા માધવપુર બીચ ખાતે બીચ ક્લિનીંગનો યોજાયો કાર્યક્રમ

author img

By

Published : Apr 16, 2022, 2:12 PM IST

પોરબંદર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 10 એપ્રિલ 2022ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવેલા માધવપુર સાંસ્કૃતિક (Madhavpur Fair 2022) મેળાનું સમાપન થયું છે. ત્યારે દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય દ્વારા માધવપુર બીચ (NCC Directorate at Madhavpur Beach) ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇની કવાયત હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના લાંબા દરિયાકાંઠા માટે પ્રખ્યાત તેમજ સૌથી લોકપ્રિય અને કાળજીપૂર્વક જાળવણી માટે એક માત્ર બીચમાંથી માધવપુરનો (Beach of Madhavpur) બીચ છે.

NCC નિદેશાલય દ્વારા માધવપુર બીચ ખાતે બીચ ક્લિનીંગનો યોજાયો કાર્યક્રમ

આ પણ વાંચો : Madhavpur Mela 2022 : પ્રથમ વાર રાજ્યના મુખ્યપ્રધાન માધવરાયના વરઘોડામાં રહ્યા ઉપસ્થિત

કચરો નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી - આ મહત્વપૂર્ણ સફાઇ કવાયત ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વમાં 16 એપ્રિલ 2022ના રોજ સવારે શરૂ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. માધવપુર બીચ ખાતે 200 કેડેટ્સ, 05 એસોસિએટ NCC અધિકારી (ANO), 10 PI સ્ટાફ, 30 NCC ભૂતપૂર્વ સભ્યો સાથે SDM, SP, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ, માધવપુરના સરપંચ અને સદસ્યો ,દત્તક લેવામાં આવેલા ગામ ધમરપુરાના સરપંચ સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકઠા કરવામાં આવેલા કચરો નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવશે.

આ પણ વાંચો : Madhavpur Fair 2022: આસામના મુખ્યપ્રધાને માધવપુરમાં 14મી અને 15મી સદીના ભક્તિ આંદોલનનો કર્યો ઉલ્લેખ
આ કવાયત NCC દ્વારા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા પ્લાસ્ટિક-કચરાથી મુક્ત બીચ અભિયાનના (Garbage Free Beach Campaign) ભાગરૂપે છે અને આ વિસ્તારોને સ્વચ્છ રાખવાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુનિત સાગર અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છ બીચના (Punit Sagar Abhiyan) મહત્વનો સંદેશો સ્થાનિક લોકોમાં ફેલાવવાનો છે. પુનિત સાગર અભિયાન 2022નો પ્રારંભિક તબક્કો રાષ્ટ્રીય સમુદ્ર દિવસને એકરૂપ, 01-05 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.