મળતી માહીતી મુજબ પોરબંદરથી 10 કિલોમીટર દૂર આવેલા વના ટોલનાકે ગઈકાલે ટોલટેક્સ ભરવા બાબતે ગગુ રણમલ નામના શખ્સને ટોલ બૂથ પર રહેલા કર્મચારીઓ સાથે બોલાચાલી થતા વનાણા ટોલનાકા પર 10 જેટલા લોકોએ 8 બૂથના કાચ તોડી તથા ઓફિસના કાચ તોડી નાખ્યા હતા તો આ ઉપરાંત એક કારને નુકસાન પણ પહોંચાડ્યો હતો.
આ બાબતે ટોલનાકા પડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભુરાભાઈ લખમણભાઇ ઓડેદરાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈકાલે બુથ નંબર 10 ઉપર નોકરી પર હાજર હતા તે દરમિયાન સાંજના સમયે રાણાવાવ તરફથી એક સફેદ કલરની સેલેરીઓ કાર VIP લાઈનમાં આવતા ભુરાભાઈએ area બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં એક કાર ચાલક જ હતો તેની પાસે ટોલ માંગતા તેણે કહ્યું કે હું ગગુભાઈ રણમલભાઇ છું મને ઓળખતો નથી તેમ કહી બોલાચાલી કરી હતી અને તેની ગાડી લોક કરી ત્યાં રાખી દીધી હતી. ત્યારબાદ પોતાના પુત્ર ચેતનને ફોન કરી અને વરણા ટોલનાકે બોલાવતા 10જેટલા લોકો બે કારમાં ધસી આવ્યા હતા અને લોખંડના કુહાડા અને લાકડાના ધોકાથી ટોલ પ્લાઝાની ઓફિસમાં અંદરની કેબીનમાં કાચોમાં તોડફોડ કરવા લાગ્યા હતા. તો આ સાથે અન્ય શખ્સોએ ટોલ બૂથની કેબિનમાં કાચની તોડફોડ કરી હતી. તેમજ બહારની ઓફિસ પાસે રોડ ઉપર કંપનીની બોલેરો કારમાં પણ તોડફોડ કરી હતી આમ તોડફોડ કરી બંને કારમાં તમામ શખ્સો નાસી છૂટયા હતા અને ઓફીસમાં કોમ્પ્યુટર પ્રિન્ટર તથા અન્ય બે કોમ્પ્યુટર તોડી નાખ્યા હતા અને એક લાલ કલરનું લેપટોપ પણ ઉઠાવી ગયા હતા.
ઘટનાસ્થળની જાણ થતાની સાથે SP પાર્થરાજસિંહ ગોહિલ તથા પોરબંદર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને CCTV ફૂટેજના આધારે ગગુ રણમલને કાર સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય શખ્સોને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.