ETV Bharat / state

સમુદ્રમાં અને કિનારા પરના પ્રદૂષણ અંગે સર્વે માટે National Green Tribunal ટીમ પોરબંદરમાં

નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ ટીમ ( National Green Tribunal ) પોરબંદર આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે ટીમ જેતપુર સાડી ઉદ્યોગના પાણી બાબતે નહીં પણ સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી દ્વારા દરિયામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી અંગેના સર્વે કરવા આવી હતી.

સમુદ્રમાં અને કિનારા પરના પ્રદૂષણ અંગે સર્વે માટે National Green Tribunal ટીમ પોરબંદરમાં
સમુદ્રમાં અને કિનારા પરના પ્રદૂષણ અંગે સર્વે માટે National Green Tribunal ટીમ પોરબંદરમાં
author img

By

Published : Aug 7, 2021, 1:34 PM IST

પ્રદૂષણ અંગે સર્વે માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલની ટીમ આવી

વર્ષોથી છોડવામાં આવે છે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીનું દૂષિત પાણી સમુદ્રમાં

અનેકવાર ઉચ્ચ કક્ષાએ માછીમારોએ કરી હતી રજૂઆત

નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ ટીમે 15 થી 20 કિમિ સમુદ્ર કિનારાના વિસ્તારનો સર્વે કર્યો

નાના માછીમારો તથા ઝૂરીબાગ વિસ્તારના લોકોની લીધી મુલાકાત

પોરબંદરઃ પોરબંદરમાં એકાએક નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ ટીમ ( National Green Tribunal )આવી પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં છોડવા માટે પાઈપલાઈનના પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે. ત્યારે પોરબંદરની અનેક સંસ્થાઓ દ્વારા વિરોધ થઇ રહ્યો છે અને આથી લોકોને લાગ્યું હતું કે આ ટીમ તેના સર્વે માટે આવી છે. પરંતુ આ ટીમ પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી દ્વારા દરિયામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી અંગેના સર્વે કરવા આવી હતી તેમ માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી દ્વારા દરિયામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી અંગેના સર્વે

પોરબંદરમાં સમુદ્ર નજીકના વિસ્તારોના લોકોની લીધી મુલાકાત

પોરબન્દરમાં આજરોજ સવારે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલની ટીમ ( National Green Tribunal )સાથે મામલતદાર તથા ફોરેસ્ટ વિભાગના અધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પોરબંદરના નિરમા (સૌરાષ્ટ્ર કેમિકલ ) ફેક્ટરી દ્વારા સમુદ્રમાં છોડવામાં આવતા પાણી અંગે સર્વે કરાયો હતો અને લોકોને તથા નાના માછીમારોને આ બાબતને લઇને કેવા પ્રકારની સમસ્યા ઉદભવી છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ફેક્ટરીના ધુમાડા અને ડસ્ટીંગના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે કેમ તે અંગે પણ જાણવામાં આવ્યું હતું. આ ઉપરાંત અસ્માવતી ઘાટ પાસે નાના માછીમારોનો અભિપ્રાય પણ એનજીટીની ટીમે લીધો હતો. ત્યાર બાદ માછીમાર આગેવાન સાથે પણ નિરમા (સૌરાષ્ટ્ર કેમિકલ ) ફેક્ટરી દ્વારા સમુદ્રમાં છોડવામાં આવતા પાણી અંગે ચર્ચા કરાઈ હતી તેમ માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું.

ભાવનગરથી કેમિકલયુક્ત પાણી ટેન્કર મારફતે લાવી પોરબંદરના સમુદ્રમાં ઠલવાય

પોરબંદરના માછીમાર આગેવાન અશ્વિન જુંગીએ જણાવ્યું હતું કે નિરમા (સૌરાષ્ટ્ર કેમિકલ ) ફેક્ટરી દ્વારા ઘણા વર્ષોથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવે છે અને જેના કારણે અનેક દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થઇ રહ્યું છે અને માછીમારોને માછલીઓ પણ નજીકથી નથી મળતી. ઉપરાંત આ અંગે વર્ષોથી ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવતી હોવા છતાં પ્રદૂષણ વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જો યોગ્ય નિકાલ કરવામાં આવે તો આ દૂષિત પાણી સમુદ્રમાં ભળવાનું કાયમી બંધ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી ઠાલવવાના પ્રોજેક્ટ અંગે માછીમાર આગેવાનોએ અધિકારીઓને જણાવ્યું

પોરબંદરમાં કેમિકલ ફેક્ટરી દ્વારા ઠાલવવામાં આવતા પાણીનો સર્વે કરવા આવેલ નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલની ટીમને ( National Green Tribunal ) માછીમાર આગેવાનોએ જેતપુરના કેમિકલયુક્ત પાણીની પાઈપલાઈન પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાના પ્રોજેક્ટને રોકવામાં આવે તેવી મૌખિક રજૂઆત પણ માછીમાર આગેવાનોએ કરી હતી.

આ પણ વાંચોઃ જેતપુરના કેમિકલ યુક્ત પાણીને દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ રદ કરવા પોરબંદરના દરિયા દેવનું પૂજન કરાયું

આ પણ વાંચોઃ 26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.