પોરબંદરઃ રાણાવાવ તાલુકાના બરડા ડુંગર વિસ્તારોની મુલાકાત પોરબંદરના સાંસદ રમેશ ધડુક દ્વારા લેવામાં આવી હતી. તેમના દ્વારા કોરોના વાઈરસ (covid-19) મહામારી અંતર્ગત રાશન કીટ તેમજ નાના બાળકો માટે મોટા પ્રમાણમાં નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મહામારીના લીધે રોજગારી પણ બંધ હોવાથી બાળકોને રૂપિયા 100ની સહાય પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત નેશ વિસ્તારના માલધારી લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી અને તેઓની મુશ્કેલીઓના નિરાકરણ માટે ડી.એફ.ઓ. સાથે ચર્ચા કરી અને પ્રશ્નના નિરાકરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યમાં સાંસદ સાથે જિલ્લા પંચાયત પોરબંદરના પ્રમુખ નિલેષ મોરી, પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણભાઈ ઓડેદરા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડિયા, રાણાવાવ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાનજીભાઈ કરથીયા, રાણાવાવ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિસાભાઇ મોરી, રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ સાંગાભાઈ મોરી, કાર્યકર ગોપાલભાઈ કોઠારી, માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વેજાભાઈ ગુરગટીયા, માલધારી આગેવાન અજાભાઇ ગુરગટીયા ઉપસ્થિત રહ્યા હતા.