- પોરબંદર એરપોર્ટ પર મોટા પ્લેન ઉતરી શકે તેવો રન- વે નથી
- રન- વે લંબાવવા માટે એરપોર્ટને જમીનની જરૂર પડશે
- સાંસદ રમેશ ધડુકની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ
પોરબંદર: કોરોનાની મહામારી (Corona epidemic) બાદ પ્રવાસીઓમાં વધારો થયો છે અને દ્વારકા તથા સોમનાથ જતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેમાં મુંબઈ અને દિલ્હીથી મોટાભાગના લોકો હવાઈ યાત્રા મારફતે પોરબંદર એરપોર્ટ પર આવતા હોય છે અને પોરબંદરથી સોમનાથ દ્વારકા તથા સાસણ પણ જતા હોય છે. પોરબંદર એરપોર્ટ પર લાંબો રન- વે ન હોવાના કારણે અહીં મોટા વિમાનો ઉતરી શકતા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગુજરાતીઓ અને નોન ગુજરાતી તમામ લોકો ડરમાં : Congress , ઇલેક્શનમાં મતબેંક મેળવવાનો પ્રયાસ : BJP
અલગ- અલગ ત્રણ પ્રોજેક્ટ દિલ્લી ખાતે રજૂ કરાયા
આ બાબતે ચર્ચા કરી પોરબંદર એરપોર્ટ એડવાઇઝરી કમિટી (Airport Advisory Committee) ના ચેરમેન સાંસદ રમેશ ધડુક (Ramesh Dhaduk) ની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી અને આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દિલ્હી ખાતે પોરબંદર એરપોર્ટનો રન- વે લાંબો કરવામાં આવે તેવા ત્રણ પ્રોજેક્ટ મોકલવામાં આવ્યા છે અને જેના માટે જમીન ખરીદી બાબતે પોરબંદરના વહીવટી તંત્રને પણ સાથે રાખી આગામી સમયમાં ઉડ્ડયન પ્રધાન સાથે તથા કેન્દ્ર સરકાર સાથે એક મિટિંગ યોજી આ કાર્ય વહેલી તકે શરૂ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં અભ્યાસક્રમનું પ્રથમ સત્ર પૂર્ણ: 'ફી માફી' બાબતે કોંગ્રેસનાં પ્રવકતાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
પોરબંદર એરપોર્ટ પર પબ્લિક ટોયલેટની સુવિધાનું સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું
પોરબંદર એરપોર્ટ વર્ષોથી પ્રવાસીઓને એટેન્ડ કરવા આવતા લોકો માટે પાણી અને પબ્લિક ટોયલેટની સુવિધા ન હોવાથી તેને ધ્યાનમાં રાખીને મંગળવારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક (Ramesh Dhaduk) ના હસ્તે પબ્લિક ટોયલેટ અને પાણીની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં રમેશ ધડુક, ધારાસભ્ય બાબુ બોખીરિયા, નાયબ જિલ્લા કલેક્ટર જોશી, સિટી DYSP જુલી કોઠીયા, પાલિકા ચીફ ઓફિસર, એરપોર્ટ અધિકારી યોગેન્દ્ર તોમર તથા જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડીયા અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.