પોરબંદર : પોરબંદરના માધવપુરના મેળો (Madhavpur Fair 2022) સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે આ મેળામાં ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લવ કુમાર દેવ અને કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડી તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ સી.આર. પાટીલે સંબોધન આપતી સમયે મોટી ભુલ કરી હતી.
આ પણ વાંચો : Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો
સી.આર. પાટીલની ભુલ - સી.આર. પાટીલે સંબોધન કરતા (Madhavpur Fair 2022 in CR Patil Speech) કહ્યું હતુું કે, શ્રી કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે થયા હતા. સી.આર. પાટીલના આ બોલ સાથે કાર્યક્રમમાં બેસેલા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. અને કોઈ અધિકારીને આ વાતની જાણ થતા તેઓ સ્ટેજ પર દોડી ગયા હતા. અને ભૂલ સુધારવા જણાવ્યું હતું. ત્યાર બાદ સી.આર. પાટીલે ભૂલ સુધારી શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્ન માધવપુરમાં (CR Patil in Madhavpur) થયા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Madhavpur Fair 2022 : રાષ્ટ્રપતિ કોવિંદ રવિવારે માધવપુર મેળાનું કરશે ઉદ્ઘાટન, મેળા માટે કરાયું વિશેષ આયોજન
લોકોમાં ભારે ઉત્સાહ - માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનો ધાર્મિક અને સાંસ્કૃતિક લોકમેળાને રાષ્ટ્રપતિ રામનાથ (Ramnath Kovind inauguration Madhavpur Fair) કોવિંદે વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ આ મેળાનું આયોજન (Madhavpur Mela 2022) થઈ રહ્યું છે. જેને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સી.આર. પાટીલની જીભ લપસતા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.